પાટણ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વર્ષ 2021નું નાણાકીય વર્ષ પ્રમાણમાં સમૃદ્ધ રહ્યું હતું. 1 માર્ચ 2021થી 31 માર્ચ 2022 સુધીના નાણાકીય વર્ષમાં પાટણ માર્કેટ યાર્ડમાં 26 પ્રકારની ખેતપેદાશોનો 30.58 લાખ બોરીઓનો જથ્થો હલવા આવ્યો હતો. જેથી માર્કેટ યાર્ડના ટર્ન ઓવરમાં 20 ટકાનો વધારો થયો હતો.
આ પણ વાંચો: પાટણમાં એરંડાના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાટણ શહેર સહિત જિલ્લામાંથી ખેડૂતો જીરૂ, વરિયાળી, મેથી, સુવા, રાયડો, એરંડા,તલ, મગફળી, ઇસબગુલ, ઘઉં, બાજરી, જુવાર, બંટી, મગ, અડદ, ચણા, કપાસ સહિતની જણસોની ખેતપેદાશો(agricultural crops) વેચાણ અર્થે લાવે છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના નાણાકીય વર્ષમાં પાટણ માર્કેટયાર્ડમાં(Patan Marketyard in financial year) વિવિધ પ્રકારની જણસોનો 30.58 લાખ બોરીઓ એટલે કે 19.57 લાખ કવીંટલનો જથ્થો ઠલવાયો હતો. આ જથ્થાના વધારાને કારણે માર્કેટ યાર્ડનું ટર્નઓવર રૂપિયા 11,32 કરોડ, 62 લાખ 35 હજાર 946નુ થયું હતું, જે ગયા નાણાકીય વર્ષ 2020- 21 કરતા 20 ટકા વધુ હતું.
આ પણ વાંચો: પાટણ માર્કેટ યાર્ડમાં દસ વર્ષ બાદ રાયડાના ભાવમાં જોવા મળેલી તેજી
માર્કેટયાર્ડ સતત ચાલુ રહેતા ટર્નઓવર વધ્યુ - પાટણ APMCના સેક્રેટરી(Secretary of APMC) ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, 2021-22ના વર્ષમાં લોકડાઉન કે કોરોનાકાળનો ખતરો ન હોવાથી, આ વર્ષે માર્કેટયાર્ડ સતત કાર્યરત રહ્યું હતું. આ કારણોસર માર્કેટ યાર્ડના ટર્નઓવરમાં વધારો થયો છે. કપાસનું ટર્નઓવર વધુ થયું છે. પાટણ માર્કેટ યાર્ડમાં ગયા વર્ષની સરખામણીમાં રૂ.2.64 અબજનું ટર્નઓવર થયું છે. ગત વર્ષે માર્કેટ યાર્ડ ની આવક 7 કરોડ હતી તેની સામે ચાલુ વર્ષે 7 કરોડ 70 લાખથી વધુની આવક થવા પામી છે.