પાટણ શહેર નજીક આવેલા ખલીપુર પાંજરાપોળના (Patan Khalipur Panjrapol managers Protest) સંચાલકોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંજરાપોળમાં રાખેલી તમામ ગાયોને સરસ્વતી મામલતદાર કચેરી(Saraswati Mamlatdar Office) ખાતે લઈ જવા નીકળ્યા તે દરમિયાન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. પાંજરાપોળના સંચાલકો સાથે ચર્ચાઓ કરી હતી. છેવટે પોલીસની દરમિયાનગીરીથી સંચાલકો ગાયોને પાંજરાપોરમાં લઈ ગયા હતા.
અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો સમગ્ર રાજ્યમાં ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતી ગાયો માટે સરકાર દ્વારા ગૌ પોષણ યોજના (Cow Nutrition Scheme by Government) અંતર્ગત 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે અને આ સહાયથી પાંજરાપોળ અને ગૌશાળામાં રહેતી ગાયોને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે, પરંતુ જાહેરાત કર્યાના સાત મહિનાનો સમયગાળો થયો હોવા છતાં સરકાર દ્વારા રાજ્યની એક પણ ગૌશાળા કે પાંજરાપોળના સંચાલકોને સહાય ચૂકવી નથી. જે મામલે સંચાલકો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી સહાય ન ચૂકવતા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
![ખલીપુર પાંજરાપોળના સંચાલકો ગાયોને લઇ મામલતદાર કચેરીએ જવા નીકળ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16453662_ptan1_aspera.jpg)
પોલીસે સંચાલકોને સમજાવ્યા સરકારની સહન ઠેકાણે લાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ કાર્યક્રમો સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ નજીક ખલીપુરમાં આવેલી પાંજરાપોળના સંચાલકોએ પાંજરાપોળમાં રહેલી ગાયોને એકત્ર કરી સરસ્વતી મામલતદાર કચેરી ખાતે લઈ જવા નીકળ્યા હતા. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ગૌશાળાના પાંજરાપોળના સંચાલકો સાથે ચર્ચાઓ કરી હતી. પોલીસની સમજાવટ (Police convinced the Panjrapol managers) બાદ સંચાલકો ગાયોને પાંજરાપોળમાં લઈ ગયા હતા.
પાંજરાપોળમાં આવતી દાનની રકમ પણ ઓછી પાંજરાપોળના સંચાલકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળાઓ માટે 500 કરોડની સહાયની જાહેરાત (Government announces crores of aid to Cowsheds) કરી છે. જેને કારણે પાંજરાપોળમાં આવતી દાનની રકમ (Panjrapol receives less donations) પણ ઓછી થઈ છે. જેને કારણે પાંજરાપોળમાં રહેલા પશુઓનું જીવન નિર્વાહ ચલાવવું સંચાલકો માટે મુશ્કેલ બન્યું છે.