ETV Bharat / state

Patan Foundation Day : પાટણ નગરનો 1276માં સ્થાપના દિન રંગેચંગે ઉજવાયો - Patan Foundation Day

પાટણના સ્થાપના દિનની (Patan Foundation Day) ઉજવણી નિમિત્તે શોભાયાત્રા રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં તલવારબાજીના (Procession in Patan) કરતબ બતાવ્યા હતા. તેમજ રાજપુત અગ્રણીઓએ મહાન રાજવીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Patan Foundation Day : પાટણ નગરનો 1276માં સ્થાપના દિન રંગેચંગે ઉજવાયો

author img

By

Published : Feb 24, 2022, 1:23 PM IST

પાટણ : પાટણના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે બુધવારે ભવ્ય શોભાયાત્રા રાજમાર્ગો (Procession in Patan) પર નીકળી હતી. જેમાં રાજવી પરિવારો, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકાના કર્મચારીઓ અને રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજપૂત સમાજ દ્વારા સાદગીપૂર્ણ રીતે શોભાયાત્રા (Patan Foundation Day) કાઢવામાં આવી હતી.

મહાન રાજવીઓને શ્રદ્ધાંજલિ

પાટણ નગરનો 1276માં સ્થાપના દિન રંગેચંગે ઉજવાયો

વિક્રમ સંવત 802માં વીર વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણિયાની મદદથી સ્થાપવામાં થઈ હતી. ઐતિહાસિક નગર પાટણના 1276માં સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 21માં સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. શોભા યાત્રા પૂર્વે સિનિયર સિટીઝન હોલ ખાતે રાજપૂત સમાજ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાન રાજવીઓને રાજપુત અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ (Tribute to the Rulers in Patan) પાઠવી હતી. તેમજ તેમના શાસનમાં થયેલા મહાન સ્થાપત્યો વાવ તળાવના થયેલા બાંધકામની સરાહના કરવામાં આવી હતી.

ગુજરાતનો સુવર્ણકાળ

બાઈટ 2 જ્યેન્દ્રસિંહ રાજપૂત મેનેજિંગ ડિરેક્ટર અખિલગુજરાત રાજપૂત યુવા સંઘ જણાવ્યું કે, પાટણમાં સવંત 802થી 998 સુધી એટલેકે 196 વર્ષ ચાવડા વંશે, સવંત 998 થી 1300 સુધી એટલે કે 302 વર્ષ સોલંકી વંશ અને ત્યાર બાદ 56 વર્ષ વાઘેલા વંશે સાશન કર્યું હતું. જેમાં સોલંકી કાળ એ ગુજરાતનો સુવર્ણકાળ રહ્યો હતો. સોલંકી કાળમાં રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય સહિતના અનેક ઐતિહાસિક સ્મારકો (Historical Monuments of Patan) આજે પણ જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ પાટણમાં રાયડાના પાકને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી શા માટે છવાઈ જુઓ...!

1276મો સ્થાપના દિવસ

પાટણ નગરીના 1276મો સ્થાપના દિવસ હર્ષોલ્લાસ (Celebration of Patan Foundation Day) સાથે ઉજવાયો હતો. નગર દેવી કાલિકા માતાના મંદિરે રાજવી પરિવારો, અને પાટણના પ્રબુદ્ધ નાગરિકોએ માતાજીની પૂજા- આરતી કર્યા બાદ મંદિર પરિસર ખાતેથી શોભાયાત્રાને રાજવી પરિવારો તેમજ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. શોભાયાત્રામાં બે બગી એક બેન્ડ હેમચંદ્રાચાર્યનો ટેબ્લો અને સિદ્ધરાજ જયસિંહના કુકડ ધ્વજ સાથે આગેવાનો શોભાયાત્રામા જોડાયા હતા.

તલવારબાજીના કરતબ બતાવ્યા

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગણમાન્ય લોકોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી. રાજપૂત યુવાનોએ શોભાયાત્રાના માર્ગો પર તલવારબાજીના કરતબ બતાવ્યા હતા. તો નગરજનો દ્વારા ઠેરઠેર વિવિધ સ્ટેટના રાજવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા બગવાડા દરવાજે પહોંચતા રાજપૂત આગેવાનો અને પાટણના અગ્રણીઓએ વનરાજ ચાવડાના તૈલ ચિત્રને અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી પાટણની પ્રભુતા કાયમ રહો ના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચોઃ Corruption in Patan HNGU : પાટણ HNG યુનિવર્સિટીના ચાર ભવનોના બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયાનું સાબિત થઈ ગયું

વિવિધ સ્ટેટના રાજવી અને મહાનુભાવનું કરાયું સન્માન

નગર દેવીના મંદિરેથી નીકળેલી આ યાત્રા બગવાડા સ્થિત અભિવાદન સમારોહ સ્થળે પહોંચી હતી. જ્યાં મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંગ ગુલાટી, પ્રદેશ અધ્યક્ષ દિપકસિંહ ઝાલા, પ્રદેશ અધ્યક્ષ વંદના બા, થરાના રાજવી પૃથ્વીરાજ સિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા, ધારાસભ્ય કીરીટ પટેલ, નગર પાલિકા પ્રમુખ મીના પટેલ સાહિત્યના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.