ETV Bharat / state

પાટણ ફુડ વિભાગે ખાદ્યતેલની બે પેઢી પર રેડ કરી, 64 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો - પાટણ લોકલ ન્યુઝ

પાટણ શહેરના જુના ગંજ બજારમાં આવેલી ખાદ્યતેલની બે પેઢી ઉપર પાટણ ફુડ વિભાગે અચાનક ત્રાટકી લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન નકલી તેલના 64 હજારની કિંમતના 26 ડબ્બા સીઝ કર્યા હતા. ફૂડ વિભાગના દરોડાથી શહેરમા ખાદ્ય તેલ વેચતા  અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

પાટણ ફુડ વિભાગે ખાદ્યતેલની બે પેઢી પર રેડ કરી

author img

By

Published : Jun 18, 2021, 11:59 AM IST

  • ડીસાના બજરંગ ટ્રેડિંગનું નકલી તેલ પાટણમાં ઉતારાયું
  • ફૂડ વિભાગે 64000નો મુદ્દામાલ કર્યો સિઝ
  • ફૂડ વિભાગની રેડને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ

પાટણઃ શહેરમાં ખાદ્ય તેલના વેપારીઓ દ્વારા રાતોરાત માલેતુજાર બનવા અને હાલની અસહ્ય મોંઘવારીમાં તેલના વધેલા ભાવનો લાભ ઉઠાવી લોકોના આરોગ્ય સાથે નકલી તેલનું વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની બૂમ ઉઠી હતી. ત્યારે ગુરુવારે પાટણ ફૂડ વિભાગ અધિકારીઓએ નકલી તેલના હબ ગણાતા ડીસાના બજરંગ ટ્રેડિંગ દ્વારા પાટણમાં નકલી તેલના ડબ્બા ઉતારવામાં આવી રહ્યા હોવાની બાતમીના આધારે જુના ગંજ બજારમાં વોચ ગોઠવી હતી.

પાટણ ફુડ વિભાગે ખાદ્યતેલની બે પેઢી પર રેડ કરી

નકલી તેલના સેમ્પલો લઈ વડોદરા ખાતે લેબોરેટરી મોકલવા તજવીજ હાથ ધરી

પાટણ ફૂડ વિભાગ અધિકારીઓ દ્વારા બપોરના સમયે અચાનક વીર વિજય ટ્રેડિંગ અને જગદંબા ઓઈલ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. વિવિધ બ્રાન્ડના તેલના ડબ્બાઓની ચકાસણી કરતા 26 ડબ્બામાં ભેળસેળવાળું નકલી તેલ જણાય આવ્યુ હતુ. આ 26 ડબ્બા મળી કુલ 64 હજાર રૂપિયાનો મુદ્દામાલ સીઝ્ડ કર્યો હતો. તેમજ તેના સેમ્પલો લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસ અને સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સને ફુડ પેકેટ અને PPE કીટનું વિતરણ કરાયુ

રેડ પૂર્વે ફૂડ વિભાગે ચાર દિવસ ગોઠવી હતી વોચ

પાટણ ફુડ વિભાગના અધિકારીઓએ ગુરુવારે જુના ગંજમાં કરેલી રેડ પૂર્વે છેલ્લા ચાર દિવસથી વોચ કરવામાં આવી હતી. ત્યારબાદ નકલી તેલના ડબ્બા ઝડપવામાં સફળતા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.