ETV Bharat / state

કિશોરી પર હુમલો કરનારને ગામલોકોએ આપ્યો મેથીપાક, વીડીયો થયો વાયરલ - નાયબ પોલીસ અધિક્ષક

સરસ્વતી તાલુકાના વાણા પુલ(Wana Bridge of Saraswati) પરથી શાળાએ જઇ રહેલી 15 વર્ષની કિશોરી પર ગામના જ એક શખ્સે કોઇ કારણ વગર ખુની હુમલો (Patan school attacked by knife) કરતા ચકચાર મચી જવા પામી છે. જે બાદ ગામલોકોએ આ બાબતની જાણ થયા માર માર્યાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Patan Crime Case: કિશોરી પર હુમલો કરનારને ગામલોકોએ આપ્યો મેથીપાક, વીડીયો થયો વાયરલ

author img

By

Published : Jul 25, 2022, 5:49 PM IST

પાટણ: સરસ્વતી તાલુકાના વાણા ગામે(Wana Village of Saraswati Taluka) રહેતી અને કોઇટા ગામે આવેલી સામાન્ય વિદ્યાલયમાં(General School at Koita village) ધોરણ-10માં અભ્યાસ કરતી કિશોરી શુક્રવારે શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન ગામના જીવણજી ઠાકોરએ એક કિશોરી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જે બાબતે કિશોરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર - કિશોરી વાણા પુલ(Wana Bridge of Saraswati) પરથી પસાર થતી હતી, ત્યારે ગામનો ઠાકોર જીવણજી ઉર્ફે જેઠીયા નામના શખ્સે કિશોરીને કોઇ કારણ વગર નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી (Patan school attacked by knife) ઈજાઓ પહોંચાડી હતી. જોકે, કિશોરીની બહેન ઘટના સ્થળે આવી જતાં આરોપી જાતિ વિષયક અપમાનીત કરતા શબ્દો(Racial insults Words) બોલી આજે તો તું બચી ગઇ છે, પરંતુ હવે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો.

માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: સાયકો કિલર: શાળાએ જતી 15 વર્ષની કિશોરી પર છરી વડે જીવલેણ હુમલો

માર માર્યાનો વીડિયો વાયરલ - આ બાબતની જાણ ગામ લોકોને થતા ગામના લોકોએ હુમલો કરનાર શખ્સને ઝડપી લઇ ઝાડ સાથે બાંધી ઊંધો લટકાવી માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Bhavnagar Murder Case: ભાવનગરમાં યુવાનો પર હુમલો હત્યામાં ફેરવાયો

કાયદો હાથમાં લેનાર સામે પણ કાર્યવાહી - આ કેસની તપાસ ચલાવનાર નાયબ પોલીસ અધિક્ષક (Deputy superintendent of police) C L સોલંકીએ જણાવ્યું હતું કે, કિશોરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગામલોકો દ્વારા આ શખ્સને બાંધીને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેથી કાયદો હાથમાં લેનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.