ETV Bharat / state

પાટણ અને તેના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવથ, વૃદ્ધને આખલાએ અડફેટે લીધા

author img

By

Published : May 31, 2022, 10:38 PM IST

પાટણમાં અને તેના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ (Plagued by Stray Cattle ) અસહ્ય થઇ ગયો છે. આવી જ રીતે આ વખતે નોરતા ગામમાં વૃદ્ધને આખલાએ અડફેટે લઈ શિંગડે ભેરવી દીધું હતું, અને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પાટણની જનતા હોસ્પિટલમાં(Janata Hospital Patan) ખસેડતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પાટણ અને તેના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવથ, હોમાઈ છે તો ફક્ત નિર્દોષ લોકો

પાટણ: શહેર નજીક નોરતા ગામે(Patan and its Rural Areas) તોફાને ચડેલા આખલાએ વૃદ્ધને અડફેટે લઈ શિંગડે ભેરવી જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે બીજા એક બનાવમાં પાટણ શહેરમાં પણ ગાયે એક વકીલને અડફેટે લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. નામદાર હાઈકોર્ટ દ્વારા રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા(Alleviate the Suffering of Stray Cattle) વારંવાર વહીવટીતંત્રને ટકોર કરવામાં આવી હોવા છતાં કોઇ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા નિર્દોષ લોકો તેનો ભોગ બને છે.

પાટણમાં અને તેના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય થઇ ગયો છે.

આ પણ વાંચો: વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા મેેયરે શું કરી કાર્યવાહી?

પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા - મંગળવારે પાટણ નજીક આવેલ નોરતા(Patan Norta Village ) ગામે રહેતા ગાંડાજી ગંભીરજી ઠાકોર પોતાના વાડામાંથી બહાર નીકળી રહ્યા હતા તે સમયે એક આખલાએ તેમને અડફેટે લઇ શીંગડે ભેરવી જમીન ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેઓને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.

તોફાને ચડેલી ગાયે તેમને અડફેટે લીધા હતા - જ્યારે બીજા એક બનાવમાં પાટણ શહેરના શાહના પાડામાં પટેલની શેરીમાં રહેતા નીમલ ઓઝા ત્રિકમ બારોટની વાવ પાસેથી બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તોફાને ચડેલી ગાયે તેમને અડફેટે લેતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. જમીન પર ફસાયેલા વકીલને ગંભીર હાલતમાં સ્થાનિકોએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર(MLA Doctor of Patan) કિરીટ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો: વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ : વધુ એક યુવાન અને બાળકી ભોગ બન્યાં, જાણો કેવી છે હાલત

ત્રણ વર્ષમાં રખડતા ઢોરોના આતંક - પાટણના ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા ઢોરોના આતંકથી 4થી 5 લોકોના મોત થયા છે. 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. નામદાર કોર્ટે નગરપાલિકાઓને રખડતા ઢોરો ઝબ્બે કરવા માટેની સૂચનાઓ આપી હોવા છતાં પાટણ નગર પાલિકાનું તંત્ર રખડતા ઢોરોને ઝબ્બે કરવામાં નિષ્ફળ રહ્યું છે. રખડતા ઢોરની સમસ્યા નો ઉકેલ તાકીદે નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.