ETV Bharat / state

પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે

author img

By

Published : May 13, 2021, 10:01 PM IST

કોરોના સંક્રમણના બીજા તબક્કામાં દર્દીઓની હાલત ગંભીર બનતા મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. આ માંગને પહોંચી વળવા પાટણ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવાની કામગીરીના ભાગરૂપે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર અને પ્રભારી વાસણ આહીરની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ, 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવાશે
  • પાટણ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા અંગે બેઠક યોજાઈ
  • બેઠકમાં પ્રથમ વખત કોંગ્રેસના 3 ધારાસભ્યોને આમંત્રિત કરાયા
  • જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સર્વ સંમતિ

પાટણ: કોરોના સંક્રમણના બીજા તબક્કામાં દર્દીઓની હાલત ગંભીર બનતા મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. આ માંગને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પાટણ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવાની કામગીરીના ભાગરૂપે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર અને પ્રભારી વાસણ આહીરની ઉપસ્થિતિમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળી હતી.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

વિચાર-વિમર્શ બાદ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરી લેવાઈ

આ બેઠકમાં પાટણ જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે સૌ સાથે વિચાર-વિમર્શ કરી એમના સૂચનો લઈને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરી લેવામાં આવી હતી. સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરીને પ્રત્યેક CHC પર 500 લીટર પ્રતિ મીનિટની ક્ષમતાવાળો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.

દરેક તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવો અનિવાર્ય

શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની બીજી લહેરમાં આપણે અનુભવથી ઘણું શીખ્યા છીએ. જેનાથી ભવિષ્યમાં ફરી આ મહામારી માથું ઊંચકે તો તેની સામે સજ્જ થવા માટે અત્યારથી વ્યવસ્થા તૈયારી કરવી જરૂરી છે. જેના માટે પાટણ જિલ્લાના દરેક તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવો અનિવાર્ય છે. જેથી, મહામુલા માનવજીવનને બચાવી શકાય. તેમણે ઓક્સિજન પ્લાન્ટ માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરીને ઝડપથી કાર્ય થાય તે માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં કોરોના સંદર્ભે દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

વાસણ આહીરે પ્રજાના પ્રતિનિધિઓના પ્રયાસોની સરાહના કરી

પાટણ જિલ્લાના પ્રભારી વાસણ આહીરે કોરોનાની વિકટ મહામારીમાં એકજૂથ થઈને કાર્ય કરતા વહીવટીતંત્ર, ધારાસભ્યો અને પ્રજાના પ્રતિનિધિઓના પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્લાન્ટ સ્થાપવાનું કામ ઝડપથી પૂર્ણ કરનાર પાટણ જિલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બનશે. એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, આ મહામારી સામે આપણે મક્કમતાથી લડીને માનવતાની સેવા કરવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.