ETV Bharat / state

પાટણમાં બે મકાનો ધરાશયી થતાં એકનું મોત, એક ઘાયલ - junaganj

પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલ કલ્યાણેશ્વરમાં બે મકાનો પડવાની ઘટના બની હતી. જેમાં એક વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો આ જ મહિનામાં બની રહેલા નવીન મકાનની બાજુમાં જુના મકાનની દીવાલ ધસી પડતા એક મજૂર દબાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.

પાટણ
પાટણ
author img

By

Published : Jan 29, 2021, 9:27 PM IST

  • કલ્યાણેશ્વરની પોળમાં બે મકાનો થયા ધરાશય
  • જુના મકાનનું રીપેરીંગ કામ કરતા મકાન થયુ ધરાશયી
  • કાટમાળ નીચે દટાયેલા વૃદ્ધને સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલ
    પાટણ
    પાટણ

પાટણ: શહેરનાં જુનાગંજ વિસ્તારમાં આવેલી કલ્યાણેશ્વરની પોળમાં રહેતા બંસીધર રેવાલાલ મહેતા જેઓ ગુરૂવારે સવારે પોતાના જુના મકાનનાં પ્રથમ માળે સાફસફાઈ સહિત મકાનનું જાતે રીપેરીંગ કામ કરતા હતા તે સમયે જર્જરીત થઈ ગયેલ મકાનનો સ્લેબ કાટમાળ સાથે અચાનક ધરાશાયી થઈ જતાં બંસીધર મહેતા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનીક રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે ફસાયેલા વૃદ્ધને મહામુસીબતે બહાર કાઢી તેઓને 108 મારફતે સારવાર અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાટણ
પાટણ

દિવાલના કાટમાળ નીચે જતા જતા મજુરનું થયું મોત

મહોલ્લાની શેરીમાં રહેતા જયેન્દ્રકુમાર કાન્તીલાલ મોદી કે જેઓ પોતાનું નવીન મકાન બનાવી રહયા હતા ત્યારે મકાનની બનાવેલ નવીન દિવાલો વચ્ચે બાજુના જુના મકાનની દિવાલોમાં લગાવેલ લાકડાના ટેકાઓ દુર કરવા જતાં જુની દિવાલનો કેટલોક ભાગ મજુર પર ઘસી પડતાં આ મજુર કાટમાળ નીચે દટાઈ ગયો હતો જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.