- ગોચનાદ બનાસ નદીના પુલ પર સર્જાયો અકસ્માત
- અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી
- એક્ટિવા પર સવાર મહિલાઓ રોડ ઉપર પટકાતા એકનું મોત
પાટણ: સમી તાલુકાના ગોચનાદ ગામે રહેતા અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દક્ષા ચૌધરી અને તેમની બહેન મંજી ચૌધરી બન્ને શનિવારે એક્ટિવા પર સવાર થઈ રાધનપુર જવા નીકળ્યા હતા. જ્યારે, તેઓ બનાસ નદીના પુલ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા સવાર બન્ને બહેનો રોડ પર પટકાતાં મંજીબેનને ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ પણ વાંચો: મહેસાણા અને પાટણમાં ચેનસ્નેચર-ખિસ્સા કાતરું બની આતંક મચાવનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
અકસ્માત બાદ ટ્રક ચાલક થયો ફરાર
આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ અકસ્માત કરનાર અજાણ્યો ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આથી, પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા