ETV Bharat / state

Navratri 2023: પાટણમાં પરંપરાગત મા લિંબચની નવખંડની પલ્લી ભરાઈ... ભક્તો થયાં ભાવવિભોર.. - પાટણની પલ્લી

પાટણમા આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવની ધૂમ જોવા મળી. લીંબચમાતા મંદિર પરિસરમા આસો સુદ સાતમની મોડી રાત્રે  પરંપરાગત રીતે માતાજીની  નવખંડની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા. ત્યારે હજો હજોના નાદથી સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

પાટણમાં લિંબચ માતાની નવખંડની પલ્લી ભરાઈ
પાટણમાં લિંબચ માતાની નવખંડની પલ્લી ભરાઈ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 12:35 PM IST

પાટણમાં પરંપરાગત ગરબા સાથે લિંબચ માતાની નવખંડની પલ્લી ભરાઈ

પાટણ: શહેરના સલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચમતાની પોળમા લીંબચ માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં નવરાત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના સાત દિવસ અહી જૂની પરંપરા અનુસાર અહીંના રહેવાશીઓ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે. નવરાત્રિની સાતમે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ખેલૈયાઓએ વિવિધ ટ્રેડિશનલ પોષાકમાં સજ્જ થઈને માતાજીના ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.

યુવતીઓ કાળકા ભદ્રકાળી અને પતાઈરાજાના પાત્રોમાં સજ્જ

આધ્યશક્તિની આરાધના: ખાસ તો નવદુર્ગાના ગરબાનું તેમજ મહાકાળીના ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં નવ દુર્ગાના ગરબામા યુવતીઓ માતાજીના વેશમાં ગરબે ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું અને જાણે સાક્ષાત નવદુર્ગા ચાચર ચોકમાં ગરબે રમવા આવ્યા હોય તેવી ભાવ લોકોએ અનુભવ્યો હતો. આ અનુપમ દ્રશ્યોનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં અને પરંપરાગત મહાકાળી માતાના ગરબાની આરાધના કરી હતી. ખાસ તો આ તકે યુવતીઓએ કાળકા ભદ્રકાળી અને પતાઈરાજાના પાત્રો ભજવી તાલબદ્ધ રીતે ગરબાની રંગત જમાવી હતી. ત્યાર બાદ માં લીંબચની નવખંડની પલ્લી ભરવામાં આવી હતી. ત્યારે હજો.....હજો….. ના નાદથી સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

લીંબચની માતાની પલ્લી: લીંબચ માતાની પોળમાં દર વર્ષે પરંપરાગત રીતે સાતમની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને મહાકાળીનો પ્રાચીન ગરબો પણ યોજવામાં આવે છે, આ ગરબાને જોવા માટે લીંબાચીયા જ્ઞાતિ સમાજના લોકો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ બહાર ગામથી પણ આવે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દર વર્ષે સાતમની રાત્રે માતાજીની નવખંડની પલ્લી ભરવામાં આવે છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં માઇ ભકતો આવે છે, ત્યારે આ વર્ષે પણ પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને પલ્લીના દર્શન કર્યા હતા.

  1. Patan News: ધનાસરા ગામના આંટી ગરબાની રમઝટ ખેલૈયાઓમાં લોકપ્રિય
  2. Navratri 2023: પાટણમાં શ્રીમાળી બ્રાહ્મણોએ મડાસાતમની કરી ઉજવણી, માતાના પ્રતિક રૂપે નનામી બનાવવામાં આવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.