ETV Bharat / state

પાટણમાં મદદનીશ કલેક્ટરની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ

author img

By

Published : Oct 22, 2020, 7:06 AM IST

કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે સૌથી અગત્યનો અને સરળ ઉપાય ફેસ માસ્ક છે. ત્યારે ફરજીયાત માસ્ક પહેરવા અંગે મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

Patan
પાટણમાં મદદનીશ કલેક્ટરની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ
  • કોરોના સામે રક્ષણ મેળવવા માટે અગત્યનો અને સરળ ઉપાય ફેસ માસ્ક
  • પાટણમા મદદનીશ કલેક્ટરે મુખ્ય માર્ગો પર માસ્ક ડ્રાઈવ યોજી
  • માસ્ક ડ્રાઈવમાં નાગરીકોને જાગૃત કરવામાં આવ્યા

પાટણ : કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે સૌથી અગત્યનો અને સરળ ઉપાય ફેસ માસ્ક છે. ત્યારે ફરજીયાત માસ્ક પહેરવા અંગે મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

વેપારીઓ અને રાહદારીઓને ફરજીયાત માસ્ક પહેરવા આપી સુચના

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પાટણ શહેરના શાકભાજી માર્કેટ, પોસ્ટ ઑફિસ વિસ્તાર, જુના ગંજ, બુકડી અને લીલીવાડી ચોકડી જેવા વિવિધ વિસ્તારોમાં તાલુકા આરોગ્ય અધિકારી તથા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને સાથે રાખી મદદનીશ કલેક્ટર દ્વારા યોજવામાં આવેલી આ માસ્ક ડ્રાઈવમાં નાગરીકોને માસ્કના ફરજીયાત ઉપયોગ અંગે જાગૃત કરવામાં આવ્યા.

તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પર માસ્ક વિતરણ

શાકભાજીના વેપારીઓ, દુકાનદારો તથા બસ સ્ટેશન પરના મુસાફરો સહિતના નાગરીકોને માસ્કના ફાયદા સમજાવી તેના ફરજીયાત ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી. આ સાથે જે લોકોએ માસ્ક ન પહેર્યા હોય તેમને માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.