ઓરિસ્સાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ઐતિહાસિક ભગવાન જગન્નાથજીના મંદીર જેટલી જ ધાર્મિક આસ્થાઓ પાટણના જગદીશ મંદીર સાથે જોડાયેલી છે. આ વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને પાલખીમાં બેસાડી પ્રથમ રથયાત્રાએ નગરની પરીક્રમા કરી હતી, જે પરંપરા 25 વર્ષ ચાલી હતી. ત્યારબાદ કાળક્રમે સમયના પરિવર્તન સાથે સને 1882માં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ચાંદીના એક રથમાં બિરાજમાન કરી રથયાત્રાએ નવું ક્લેવર ધારણ કર્યું હતુ અને ભગવાન ભક્તોને સામે ચાલીને દર્શન આપવા માટે નગર ચર્યાંએ નીકળ્યા હતાં.
પાટણના જગદીશ મંદીરને 2002 માં પિયુષ આચાર્ય જર્મન સિલ્વરના બે રથ અર્પણ કર્યા હતા. જેનુ રાજ્યના પુર્વ તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડ્યા અને પુષ્ટિ માર્ગીય વરગીસજી મહારાજે આ ત્રણે રથોનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારે મંદીરમાં ત્રણ રથ ઉપલબ્ધ થતા પાટણમાં અલગ અલગ ત્રણ રથોમાં બિરાજમાન કરી રથયાત્રા નીકળી હતી. આ વર્ષે પાટણના નગરજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાત જોવા મળ્યો હતો.
પાટણમાં છેલ્લાં 137 વર્ષથી નીકળતી આ રથયાત્રામા દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં અને રથયાત્રામાં નવીનતાઓનો ઉમેરો થાય છે. પાટણમાં રથયાત્રાના એક મહિના અગાઉથી જ નગરજનોમા અદમ્ય ઉત્સાહ અને થનગણાતનો સંચાર થાય છે.