પાટણઃ શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં એક મહિલાના મોત સાથે જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા 2 થઇ છે. કોવિડ-19ના લીધેલા સેમ્પલમાંથી 900થી વધુ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતેથી 25 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હાલમાં 20 દર્દીઓ ધારપુર સિવિલમાં સારવાર હેઠળ છે.
પાટણ શહેરના કોરોના ગ્રસ્ત એવા રાખતાવાડ, પટણીની વાસ, પીપળાગેટ, છીંડિયા દરવાજા બહાર યશ નગર સોસાયટી સચોરાવાસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારની આસપાસના મહોલ્લા પોળો અને સોસાયટીઓને બફર ઝોનમાં સમાવેશ કર્યો છે. વિસ્તારના લોકોની અવરજવર પર રોક લગાવી છે. રીક્ષા ચાલકોને અત્યાર સુધીમાં પરિવહન કરવાની છૂટ આપી ન હોતી. પણ બે દિવસ અગાઉ પ્રાંત અધિકારીએ રીક્ષા ચાલકોને પરિવહન કરવા માટે કોવિડ-19 ફ્રી પ્રમાણપત્ર આપ્યા બાદ પરિવહન કરવાની મંજૂરી આપી છે. જેથી રીક્ષા ચાલકોએ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આ પ્રમાણપત્ર મેળવ્યા છે અને રિક્ષા પરિવહન કરવાની શરૂઆત કરી છે.
કેન્દ્ર સરકારે 31મેં સુધી લોકડાઉન લાબાવ્યું છે પણ પાટણ વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ નોટિફિકેશન બહાર ન પાડતા વહીવટી કર્મચારીઓ અને પોલિસ તંત્ર અસમજ પડ્યુ છે. જેને કારણે પાટણનું જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યુ છે. જોકે વેપારીઓ બપોર બાદ સ્વયં રીતે દુકાનો બંધ રાખી કોરોના સંક્રમણને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.