ETV Bharat / state

પાટણમાં જુના પાવર હાઉસની વીજ કચેરી અન્ય સ્થળે ખસેડવા સામે સ્થાનિકોનો રોષ - પાવર હાઉસ

પાટણના જુના પાવર હાઉસ વિસ્તારમાં આવેલી UGVCLવીજ કંપની પાટણ સીટી-1ની કાર્યરત કચેરીને અન્ય સ્થળે ખસેડવાની હિલચાલ સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવી વીજ કંપનીના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આ મામલે દસ દિવસમાં યોગ્ય ખુલાસો આપવાની માગણી કરી હતી.

પાટણમાં  સ્થાનિકોનો રોષ
પાટણમાં સ્થાનિકોનો રોષ
author img

By

Published : Feb 23, 2021, 5:18 PM IST

  • વીજ કચેરી અન્ય સ્થળે ખસેડવા સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
  • પાટણ સિટી-1ની વીજ કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની ચાલી રહી છે હિલચાલ
  • આ કચેરીથી અડધા પાટણની વીજ કામગીરી થાય છે
  • સ્થાનિકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારીને આપ્યું આવેદનપત્ર

પાટણ: શહેરના ગંજ શહીદ પીર પાસે વર્ષો જૂની UGVCLવીજ કંપની પાટણ સિટી એકની કચેરી આવેલી છે. જ્યાં વીજ ફોલ્ટની કમ્પ્લેન તેમજ વીજ બિલના નાણાં સહિત શહેરના અડધા પાટણની કામગીરી કચેરીથી કરવામાં આવે છે. ત્યારે હજારો લોકો માટે આશીર્વાદરૂપ આ કચેરી બંધ કરી પાટણ ચાણસ્મા હાઇવેની કચેરી કે ગાંધી બાગ લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. જેને લઈ મંગળવારે આ વિસ્તારના સ્થાનિક રહીશોએ ગંજ શહીદ પીર ચોકમાં એકઠા થઇ આ કચેરી અન્ય જગ્યાએ નહીં ખસેડવા સૂત્રોચ્ચારો કરી દેખાવો કર્યા હતા અને ત્યારબાદ કચેરીએ જઇ વીજ કંપનીના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપી આ મામલે દસ દિવસમાં યોગ્ય ખુલાસો આપવાની માંગણી કરી હતી.

વીજ કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાતને નાયબ ઈજનેરે નકારી

આવેદનપત્રના પ્રત્યુત્તરમાં UGVCL વીજ કંપની પાટણ સિટી એકના નાયબ ઇજનેર જે.પી. સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કચેરી ખસેડવાની વાત માત્ર અફવા છે કચેરીનું આ મકાન વીજ કંપનીની માલિકીનું છે કચેરી ખસેડવા માટે વડી કચેરીથી કે ઉચ્ચ અધિકારીઓએ કોઈ લેખિત જાણ કરી નથી તેથી કચેરી ખસેડવાનો કે બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.