પાટણ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાટણ જિલ્લાની આશાવર્કર મહિલાઓએ(Ashavarkar women) સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. સમાન કામ સમાન વેતન (Equal work equal pay)અને લઘુત્તમ વેતન ચુકવવા તથા આઉટ સોસિંગ પદ્ધતિ બંધ કરી મહિલાઓનું શોષણ (Exploitation of women)અટકાવવાની માંગ સાથે કલેકટર કચેરીમાં ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો: Protest On Womens Day 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાંભળો વડોદરામાં સમાન કામ સમાન વેતનની માગ
આશાવર્કર મહિલાઓએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નહી
8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક તરફ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ આશાવર્કર મહિલાઓએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પડતર પ્રશ્નોને લઇને સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ મહિલાઓને કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે આજે મહિલા દિવસ નિમિત્તે પાટણ જિલ્લાની આશાવર્કર મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ માથે કાળી પટ્ટી ધારણ કરી કલેકટર કચેરીમાં રેલી સ્વરૂપે પહોંચી હતી અને ગુજરાત સરકારની ભરી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી રામધૂન બોલાવી પોતાની માંગને બુલંદ કરી હતી.
આ પણ વાંચો: પાટીદાર મહિલાઓએ રાજકારણમાં આગળ આવી નરેશ પટેલને પીઠબળ પૂરું પાડવા કરી હાકલ
વર્ગ-૪ આશાવર્કર મહિલાઓનો સમાવેશ કરવા કરી માંગ
ચીટનીશ ટુ કલેકટર (Chitnish to Collector)ને આવેદનપત્ર આપતા આશાવર્કર મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની પાયાની કામગીરી આશાવર્કર મહિલાઓ દ્વારા કરવામાં આવે છે છતાં તેમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી સરકારની તમામ યોજનાઓને (Government schemes)ઘર ઘર સુધી પહોંચાડવામાં આશાવર્કર મહિલાઓનો સિંહ ફાળો રહ્યો છે. ત્યારે આશાવર્કર મહિલાઓને સમાન કામ સમાન વેતન (Equal work equal pay)તથા વર્ગ-૪ માં આશાવર્કર મહિલાઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી.