ETV Bharat / state

વિશ્વમાં કરચલાની નવી પ્રજાતિની શોધમાં પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા સહભાગી - HNGU લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર

126 વર્ષ પૂર્વે લીધેલા કરચલાના નમૂના ઉપર (new species crab Research) કરચલાની નવી પ્રજાતિ શોધી છે. 1896માં બંગાળની ખાડી પર્શિયાના અખાતમાં વૈજ્ઞાનિક સંશોધન માટે કરચલાના નમુના એકત્ર કર્યા હતા. ત્યારે આ સંશોધનમાં પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર પણ વિદેશી ટીમ સાથે જોડાઈને કરચલાની એક નવી પ્રજાતિને શોધી છે. (new species of crab)

વિશ્વમાં કરચલાની નવી પ્રજાતિની શોધમાં પાટણ યુનિવર્સિટીના પ્રોફેસર બન્યા સહભાગી

author img

By

Published : Dec 30, 2022, 4:53 PM IST

વિશ્વમાં કરચલાની નવી પ્રજાતિનું સંશોધન

પાટણ : દરિયાકાંઠે જોવા મળતા કરચલા આમ તો સામાન્ય જીવની જેમ (new species crab Research) જોવા મળતા હોય છે, પરંતુ આ કરચલામાં 910 પ્રજાતિ નોંધાઈ છે અને કરચલા પર વૈજ્ઞાનિકો અને સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ શોઘ, સંશોધન, સતત કરી રહ્યા છે, ત્યારે આજથી 126 વર્ષ પૂર્વે એટલે કે 1896માં બંગાળની ખાડી અને પર્શિયાના અખાતમાં એક અંગ્રેજ વૈજ્ઞાનિક દ્વારા નવીન પ્રકારના કરચલાના નમુના એકત્ર કરી તેના પર સંશોધન કરવા માટે કલકત્તાની ઝુલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયામાં આ નમૂના મૂકવામાં આવ્યા હતા અને એ વાતને 126 વર્ષ થયા હતા, ત્યારે કરચલા પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. (species of crab)

એક નવી પ્રજાતિને શોધી ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડો. શાંતનુ મિત્રા, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના ડો. અંગ અને ડો. નગન કી અંગ તેમજ યુનિવર્સિટી ઓફ તહેરાન ઈરાનના ડો. નાડરેલું છેલ્લા 2 વર્ષથી કરચલાની પ્રજાતિ પર સંશોધન કરતા હતા. તેમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોકટર (HNGU professor in search of crab species) જીગ્નેશ ત્રિવેદી પણ આ વિદેશી ટીમ સાથે જોડાયા હતા અને આખરે તેઓએ કરચલાની એક નવી પ્રજાતિને શોધી છે. (new species of crab in Patan)

આ પણ વાંચો હાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે

નવી પ્રજાતિનું નામ આ નવી પ્રજાતિના કરચલાનું નામ પણ તેઓએ કરચલાની જાતિનું લાંબા સમયથી અભ્યાસ કરી રહેલા વિજ્ઞાનકોના નામ સાથે આપ્યું છે. ઇઝરાયેલના વૈજ્ઞાનિક બેલા ગલીલ આ કરચલાની જાતિના કુળ ઉપર લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા હતા. તેથી તેમના નામ પર બેલાયરા નામ આપવામાં આવ્યું છે અને આજ નમૂના માંથી નવી પ્રજાતિ મળી આવી હતી. જે નમૂના પર્શિયાના અખાતમાંથી લાવેલા હોવાને કારણે તેનું નામ બેલાયરા પર્સીકમ રાખવામાં આવ્યું છે. ઉપરાંત આ ટીમ દ્વારા બે વર્ષના સમયગાળામાં છાપ ગેરસ અને આલ્કોલાયરા નામની બીજી બે નવી પ્રજાતિની શોધ કરાઈ છે. (Crab on beach)

આ પણ વાંચો મગજના દુર્લભ રોગ GNB1 એન્સેફાલોપથી માટે દવા પર સંશોધન ચાલુ

પ્રોફેસરે શું કહ્યું લાઈફ સાયન્સના પ્રોફેસર જીગ્નેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વિષય બેઝિક છે. હાલમાં આ વિષય પર ઓછા વિદ્યાર્થીઓ રસ ધરાવે છે. પણ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટમાં ઓળખ વિધિ કરવા માટે આવા નિષ્ણાતોની ખૂબ જરૂર છે. આ વિષયમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓની ભવિષ્યમાં માંગ વધશે અને તેઓ પોતાની સારી કારકિર્દી બનાવી શકશે. (hemchandracharya north gujarat university)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.