ETV Bharat / state

Gram Panchayat elections:પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 52 ફોર્મ ભરાયા - પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતો

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની (Gram Panchayat) સામાન્ય અને પેટા ચૂંટણીને (General and by-elections) લઈને સરકારી કચેરીઓમાં ફોર્મ લેવા અને પરત કરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના બે દિવસમાં સરપંચ માટે 30 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે ૨૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

Gram Panchayat elections:પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 52  ફોર્મ ભરાયા

author img

By

Published : Dec 3, 2021, 9:36 AM IST

  • પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો
  • સરકારી કચેરીઓમાં ફોર્મ લેવા અને જમા કરાવવા ઉમેદવારોનો ભારે ધસારો
  • સરપંચ માટે ૩૦ અને વોર્ડ નં સભ્યો માટે 22 ફોર્મ ભરાયા

પાટણ: રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા ગ્રામ પંચાયતોની (Gram Panchayat) સામાન્ય અને પેટાચૂંટણી (General and by-elections) જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સ્થાનિક ગ્રામીણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને ૨૫ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પડઘમ ગૂંજી ઉઠયા છે. ત્યારે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. જેને લઈને ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

Gram Panchayat elections:પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 52 ફોર્મ ભરાયા

7મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે

ત્યારે બે દિવસમાં સરપંચ માટે 30 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે 22 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોય ત્યારે આગામી બે દિવસમાં ઉમેદવારી ફોર્મ માટે ભારે ધસારો જોવા મળી શકે છે. ભરેલા ફોર્મની 6 ડિસેમ્બરના રોજ ચકાસણી કરવામાં આવશે અને 7મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે. જેના આધારે બાકી રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો ૧૯ ડિસેમ્બરે મતદાન પેટીમાં જ કેદ થશે.

આ પણ વાંચો: સેલવાસ લોકસભા પેટા ચૂંટણીમાં 75.51 ટકા મતદાન નોંધાયું : 2જી નવમ્બરે મતગણતરી

જિલ્લામાં કુલ 3,17,381 મતદારો નોંધાયા

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની (Gram Panchayat) સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઇને રાજકારણ ગરમાયું છે. જિલ્લાની ૧૭૭ ગ્રામ પંચાયતો અને 25 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમા 1,65,641 પુરુષો ,1,51,7,36 સ્ત્રીઓ અને 4 અન્ય મતદારો મળી કુલ 3,17,381મતદારો નોંધાયા છે. રાજ્ય ચૂંટણી કમિશનરે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: TOP NEWS: વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન, Tractor rally: ખેડૂતોની બેઠકમાં લેવાયો નિર્ણય, નહીં કરે સંસદની બહાર ટ્રેક્ટર રેલી. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા

ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પાટણ જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીઓને અનુલક્ષીને નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેક્ટરે ચૂંટણી કમિશનરને ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ, આદર્શ આચારસંહિતાનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી કમિશનરે અધિકારીઓને તાકીદ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.