ગુર્જરવાડા ગામે મંગળવારે સાંજે નાડોદા સિંઘવ રતિલાલ જલા પોતાના ઘરના શૌચાલયના કુવા પર ઉભા રહી ઝાડની લટકી પડેલી ડાળીઓ કાપી રહ્યાં હતાં. જે દરમિયાન કુવા પરનો પથ્થર તુટી જતાં તેઓ અંદર ગરકાવ થયા હતાં. તેમની પત્ની બચાવવા કૂવામાં ઉતરતા ગરકાવ થઈ હતી. પતિ-પત્નીની બુમો સાંભળી ઘરના અન્ય સભ્યો પણ દોડી આવ્યાં હતા. તેઓને બચાવવા કૂવામાં ઉતરતા ગેસ ગળતરથી ગુગળાઇ જવાથી પતિ-પત્ની સહિત ઘરના ત્રણ સભ્યો મળી પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતાં. જ્યારે એક ઈસમને બેભાન અવસ્થામાં બહાર કાઢી તેને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
એક જ પરિવારના 5 વ્યક્તિઓ કૂવામાં ગરકાવ થવાના સમાચાર ગામમાં ફેલાતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થતા પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.
મૃતકોના નામઃ
1 નાડોદા સિંધવ રતિલાલ જલાભાઈ
2 નાડોદા સિંધવ રંજન બેન રતિલાલ
3 નાડોદા સિંધવ રતાભાઈ જલાભાઈ
4 નાડોદા સિંધવ રાજાભાઈ પંચાણભાઈ
5 નાડોદા સિંધવ અજાભાઈ ગગજીભાઈ