જયારે આગ એટલી ભયાનક હતી કે ગાડી સળગીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાના પગલે રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો, અને લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. બાદમાં ફાયર ફાયટર ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી. આ આગ કયા કારણથી લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. જો કે, ગાડીમાં સવાર ઇસમોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ગરમી તેની ચરમ સીમાએ છે. તેવામાં ચાલતી કારમાં આગ લાગવા પાછળ ગરમીનું વાતાવરણ જવાબદાર હોય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.