ETV Bharat / state

શેરગઢ હુમલા પ્રકરણમાં યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધને જિલ્લા પોલિસ વડાએ નકાર્યો

રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી ઉપર થયેલ જીવલેણ હુમલાના(Fatal attack on a young woman in Shergarh) આ મામલે સોશિયલ મીડિયામાં યુવક અને યુવતી વચ્ચેના પ્રેમ સંબંધોની વાતો વાયરલ(Love affair stories go viral on social media) થઈ છે જેને પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નકારી હતી અને જણાવ્યું કે પોલીસ તપાસમાં ક્યાંય યુવતીને યુવક સાથે પ્રેમ હોવાનું સામે આવ્યું નથી.

શેરગઢ હુમલા પ્રકરણમાં યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધને જિલ્લા પોલિસ વડાએ નકાર્યો
શેરગઢ હુમલા પ્રકરણમાં યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધને જિલ્લા પોલિસ વડાએ નકાર્યો
author img

By

Published : Jan 30, 2022, 10:00 PM IST

પાટણ : પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સોશિયલ મીડિયામાં યુવક અને યુવતીના પ્રેમ સંબંધોની વાતો વાઇરલ(Love affair stories go viral on social media) થઇ હતી તે બાબત પર વધુ માહિતી આપવા પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, યુવક અને યુવતીનું ઘર એકબીજાથી નજીક હતું તેમજ નાનું ગામ હોવાથી બંને વચ્ચે માત્ર પરિચય હતો. ભોગ બનનાર યુવતીએ પોતાના નિવેદનમાં આ વાત જણાવે છે. હુમલો કરનાર યુવકને એક તરફી પ્રેમ હશે જેના કારણે તે યુવતીના ઘરે જાય છે અને તેને લગ્ન કરવા માટે દબાણ કરે છે અને ત્યાર બાદ હુમલો કરે છે પણ યુવતીને યુવક સાથે પ્રેમ હોવાનું તપાસમાં સાબિત થતું નથી.

શેરગઢ હુમલા પ્રકરણમાં યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધને જિલ્લા પોલિસ વડાએ નકાર્યો

આ પણ વાંચો : Attack on Police in Ahmedabad: નરોડામાં એવું તે શું થયું બુટલેગરોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા, જુઓ

જાણો સમગ્ર ઘટના શું હતી

રાધનપુરના શેરગઢ ગામમાં ચૌધરી સમાજની યુવતી ઘરમાં એકલી હતી તે સમયે ગામનો જ મુસ્લિમ યુવક યુવતીના ઘરમાં ઘૂસીને યુવતી ઉપર જીવલેણ હુમલો કરે છે. હુમલાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર જિલ્લામાં પડ્યા છે અને શનિવારે આ મુદ્દાને લઈને રાધનપુર સજ્જડ બંધ રહ્યું હતું અને હુમલાખોર યુવાનને કડક સજા થાય તે માટેનું આવેદનપત્ર પણ સામાજિક આગેવાનોએ જિલ્લા પોલીસ વડા અને એસ.ડી.એમ ને આપ્યુ હતું.

આ પણ વાંચો : Crime Case in Surat : સુરત પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ યુવાનના પેટમાં ચાકુના ચાર ઘા માર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.