ETV Bharat / state

પક્ષપલટુઓ માટે અહીં કોઈ જગ્યા નથીઃ રઘુ દેસાઈ - ગુજરાત ચૂંટણી 2022

પાટણની રાધનપુર બેઠક (Radhanpur Assembly Constituency) પરથી આ વખતે કૉંગ્રેસે રઘુ દેસાઈને ટિકીટ (Congress Candidate Raghu Desai for Radhanpur) આપી છે. તેઓ હવે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તે દરમિયાન તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જનતાનું સમર્થન જ તેમને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પક્ષપલટુઓ માટે અહીં કોઈ જગ્યા નથીઃ રઘુ દેસાઈ

author img

By

Published : Nov 25, 2022, 3:45 PM IST

પાટણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે. તેવામાં રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે હવે ગામેગામ ખૂંદી રહી છે. તો આજે વાત કરીએ પાટણની રાધનપુર બેઠકની. આ બેઠક પરથી કૉંગ્રેસે આ વખતે રઘુ દેસાઈને (Radhanpur Assembly Constituency) ટિકીટ આપી છે. જ્યારે ભાજપે લવિંગજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. જોકે, અત્યારે તો રઘુ દેસાઈ ચૂંટણીના પ્રચારમાં (Congress Campaign in Patan) વ્યસ્ત છે. આ તમામની વચ્ચે તેમણે ETV Bharatની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જનતા તેમને સમર્થન આપી વિજયી બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કૉંગ્રેસે ધારાસભ્યને રિપીટ કર્યા

કૉંગ્રેસે ધારાસભ્યને રિપીટ કર્યા રાધનપુર વિધાનસભા બેઠક (Radhanpur Assembly Constituency) ઉપર કૉંગ્રેસે સતત બીજી વાર ધારાસભ્ય રઘુ દેસાઈને (Congress Candidate Raghu Desai for Radhanpur) ટિકીટ આપી મેદાને ઉતાર્યા છે. હાલમાં તેઓ આ વિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર (Congress Campaign in Patan) કરી રહ્યા છે. તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પેટા ચૂંટણી (Gujarat Election 2022) આવી ત્યારે પાર્ટીએ મને રાધનપુર બેઠક (Radhanpur Assembly Constituency) માટે ટિકીટ આપી હતી અને આ બેઠક ઉપરથી મારો વિજય થયો છે. ત્યારબાદ અઢી વર્ષ માટે આ વિસ્તારની સેવા કરવા માટેનો મને અવસર મળ્યો હતો.

યોજના મંજૂર કરાવી તેમણે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીના કારણે એક વર્ષના સમયગાળામાં જોઈએ એટલા કોઈ કામો થયા નહતા. છતાં 132 કરોડની નલ સે જલ યોજના મંજૂર કરાવી. આ વિસ્તારના દરેક નાગરિકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. તો રાધનપુરથી ચાણસ્મા તરફ જવાનો હાઇવે માર્ગ બિસ્માર હતો. તે માટે સરકારમાં રજૂઆતો કરીને 137 કરોડ મંજૂર કરાવ્યા છે.

સ્વચ્છતાનો અભાવ તેમણે ઉમેર્યું હતું કે, ચોરવાડ વિસ્તારના 17 ગામો કે, જે નર્મદા યોજનાથી વિહીન હતા. તે માટે સરકારમાં રજૂઆતો કરીને 126.64 કરોડની યોજના મંજૂર કરાવી, જેમાં 11 ગામોને હાલ પાણી મળતું થયું છે. તેમણએ ઉંમેર્યું હતું કે, રાધનપુરમાં કૉંગ્રેસની નગરપાલિકા હોવાના કારણે સરકાર કિન્નાખોરી રાખે છે અને એક પણ ગ્રાન્ટ આપતી નથી. આના કારણે રાધનપુર નગર હાલ નરકાગાર બન્યું છે. સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

આરોગ્યની સેવા રાધનપુર વિસ્તારમાં (Radhanpur Assembly Constituency) રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોની હાલત બત્તર છે. દવા હોય તો ડોક્ટર નથી અને ડોક્ટર હોય તો દવાઓ નથી. ત્યારે આ વિસ્તારના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે માટે મારા માતૃશ્રીના નામે એક મોટી હોસ્પિટલ કાર્યરત્ કરવામાં આવી છે જેમાં આ વિસ્તારના લોકોને મફત આરોગ્યની સારવાર આપવામાં આવશે.

લોકો રોજગારી માટે હિજરત કરે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરાંત આ વિસ્તારમાં રોજગારી માટે કોઈ આયામો નથી. ત્યારે રાધનપુર (Radhanpur Assembly Constituency), સાંતલપુર અને સમીમાં એક એક GIDC અનિવાર્ય છે, જેના થકી લોકોને રોજગારી મળી રહે. હાલમાં આ વિસ્તારના યુવાનો રોજગારી માટે હિજરત કરી રહ્યા છે. જે રીતે આ વિસ્તારના લોકો માટે આરોગ્યની સુવિધા ઊભી કરી છે. તેવી રીતે આ વિસ્તારના બાળકો માટે એક કોલેજ કાર્યરત્ કરવાનું મારું લક્ષ્ય છે. તે પૂર્ણ કરવા માટે હું પ્રયત્ન કરીશ.

પક્ષપલટા અંગે આક્રોશ પક્ષપલટા અંગે તેમણે જણાવ્યું હતું કે, રાધનપુર મતવિસ્તારની જનતા ખમીરવંતી છે, પક્ષપલટો કરનારને ત્યારે સમર્થન આપતી નથી. સામેની પાર્ટીના ઉમેદવારે 2-3 વખત પાર્ટીઓ બદલી છે. ત્યારે આ વિસ્તારના લોકો મને આશીર્વાદ આપી વિજય બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.