- શિક્ષણ સર્વેક્ષણ કસોટીને નહિવત પ્રતિસાદ મળ્યો
- જિલ્લામાં 72 પરીક્ષા કેન્દ્રોમાં કરાઈ હતી બેઠક વ્યવસ્થા
- પરીક્ષા ખંડોમાં શિક્ષકોની જોવા મળી પાંખી હાજરી
પાટણ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણને લઈને કસોટી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આ બાબતે શિક્ષણપ્રધાનને પણ રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે શિક્ષણ પ્રધાને આ પરીક્ષા લેવામાં આવશે તેવી કટીબદ્ધતા દર્શાવી હતી, જેને લઇને સમગ્ર રાજ્યમાં મંગળવારે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષક સંઘ દ્વારા વિરોધ
જિલ્લાના 72 પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા
પાટણ જિલ્લામાં 5,000થી વધુ પ્રાથમિક શિક્ષકોની પરીક્ષા લેવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના 72 પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેર સહિત જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શરૂ થતાં માત્ર જૂજ શિક્ષકો જ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આ સાથે પાટણ જિલ્લામાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ફિયાસ્કો થયો હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા.
આ પણ વાંચો: નવસારીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો 60 ટકા શિક્ષકોએ કર્યો વિરોધ
શૈક્ષિક મહાસંઘના વિરોધની વ્યાપક અસર
પાટણ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર માત્ર ગણ્યાગાંઠ્યા જ શિક્ષકોએ સજ્જતા કસોટી આપી હતી, આ ઉપરાંત બાકીના શિક્ષકોએ આ પરીક્ષા આપી ન હતી, જેને લઈને શૈક્ષિક મહાસંઘનો વિજય થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.