- માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
- અધિકારીઓ દ્વારા કલાકારોનું સ્વાગત કરાયું
- કાર્યક્રમમાં કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી
સિદ્ધપુર: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ(Department of Sports Youth and Cultural Activities) ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત(Organized by District Administration Patan) તથા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત માતૃવંદના ઉત્સવ(Matruvandana Utsav)ના બીજા દિવસે જીલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નિવાસી અધિક કલેકટર એન.ડી. પરમાર તથા જીલ્લા યુવા વિકાસ અધિકાર વિરેન્દ્ર પટેલ દ્વારા કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કલાકારોએ રમઝટ બોલાવી
આ કાર્યક્રમમાં લોકગાયિકા કિંજલ દવેએ લોકગીતો દ્વારા બધાનાં મન મોહી લિધા હતા તેમજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉ.જગદિશ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકોને મનોરંજન પુરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સિકંદરાબાદમાં કિંજલ દવે સાથે ગરબાની રમઝટ PART- 2
આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ: લોકગાયિકા કિંજલ દવેએ ETV Bharatના દર્શકો માટે રજૂ કરી આ ખાસ રચના