ચોમાસાની ઋતુને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જુનાગંજ બજાર, નાગરવાડા અને સુભાષ ચોક તરફ જવાના માર્ગ વર્ષો જુના અને જર્જરિત મકાનો પડવાની પરીસ્થિતીમાં છે. જેને ઉતારી લેવા જાગૃત નાગરીકોએ નગરપાલિકામાં રજુઆતો કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી.
ચોમાસા પહેલા તંત્રની આંખ ખુલે છે. પ્રાંત અધિકારીની સુચનાથી આ મકાનોને ઉતારી લીધા છે. આગામી દિવસોમાં આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ કરાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.