ETV Bharat / state

Bogus Doctor in Patan : પાટણમાં નકલી ડોક્ટર સામે કાર્યવાહી, વધુ ચોંકાવનારી વિગતો મળી - Action against Bogus doctor in Patan

પાટણમાં અતિ ચર્ચાસ્પદ બનેલા બોગસ ડોક્ટર (Bogus Doctor in Patan )યોગેશ પટેલના દવાખાના પરની દરોડા કાર્યવાહી (Patan SOG police raided the clinic) બાદ આજે પાટણ પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી (Action against Bogus doctor in Patan) હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એમ પણ બહાર આવ્યું છે કે આ બોગસ ડોક્ટરે અમદાવાદની નામાંકિત હોસ્પિટલોમાં પણ કામ કર્યું હતું.

Bogus Doctor in Patan : પાટણમાં નકલી ડોક્ટર સામે કાર્યવાહી, વધુ ચોંકાવનારી વિગતો મળી

author img

By

Published : Jul 1, 2022, 8:21 PM IST

પાટણના હાર્દ સમા જુના બસ સ્ટેશન રોડ પર અમદાવાદના નકલી એમડી ડિગ્રીધારક ડોક્ટર (Bogus Doctor in Patan ) ની હોસ્પિટલનો પર્દાફાશ થયા બાદ આજે તાલુકા આરોગ્ય અધિકારીની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર નોંધી હોસ્પિટલનું પંચનામું (Action against Bogus doctor in Patan)કર્યું હતું. પાટણ એ-ડિવીઝન પી.આઇ અરુણ પરમાર સહિતના સ્ટાફે હોસ્પિટલની મુલાકાત લઇ મેડિકલની કેટલીક દવાઓ,ડોકટરના નામની ફાઇલો, વપરાયેલ દવાના બોક્સ સહિત કેટલીક સાધનસામગ્રી તપાસ અર્થે કબજે (Action against Bogus doctor in Patan)કરી હતી.

આ બોગસ ડોક્ટરે અમદાવાદની નામાંકિત હોસ્પિટલોમાં પણ કામ કર્યું હતું.

તાલુકા આરોગ્ય અધિકારીએ ડિગ્રી વગરના ડોક્ટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ -પાટણમાં જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર ભગવતીનગર સોસાયટી પાસે ડો.(Bogus Doctor in Patan ) યોગેશ ભરતભાઈ પટેલ (રહે. અમદાવાદ શહેર ઈ/ 101 વૃંદાવન રેસીડેન્સી કર્ણાવતી મેગા મોલની બાજુમાં વસ્ત્રાલ) એ એમડી (મેડિસિન) અને એમબીબીએસની ડિગ્રી સાથે પ્રસિદ્ધ હાર્ટ એન્ડ ક્રિટિકલ કેર નામની હોસ્પિટલ શરૂ કરી હતી. કોરોનાની બીજી લહેર સમયે હોસ્પિટલ શરૂ કરતાં અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓએ પણ આ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને દર્દીઓની સંખ્યા વધી જતાં અન્ય હોસ્પિટલના રૂમ પણ ભાડે લઈ ત્યાં દર્દીઓને દાખલ કરી સારવાર આપી હતી.

આ પણ વાંચોઃ

દોઢ વર્ષથી એમડી( મેડિસિન) ફિઝિશિયનની ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ - છેલ્લા દોઢ વર્ષથી આ ખાનગી હોસ્પિટલ ધમધમતી હતી. દરમિયાન પાટણ મેડિકલ એસોસિએશનના (Patan Medical Association) તબીબોને ડોક્ટર (Bogus Doctor in Patan )યોગેશ પટેલની એમ.ડી.ની ડિગ્રી અંગે શંકા જતા પાટણ કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ ડિગ્રી સર્ટિફિકેટની ચકાસણી કરવા જણાવ્યું હતું. યોગેશ પટેલની ડિગ્રીને લઇ હોબાળા સાથે (Patan SOG police raided the clinic) વિવાદ સર્જાતાં તેઓ બે માળની આ અદ્યતન હોસ્પિટલને તાળા મારી રાતોરાત રફુચક્કર થઈ ગયા હતાં. ગુજરાત મેડિકલ કાઉન્સિલે યોગેશ પટેલની એમડીની ડીગ્રીની ચકાસણી કરતા તે બનાવટી અને નકલી સાબિત થઈ હતી.

કેટલીક દવાઓ,ડોકટરના નામની ફાઇલો, વપરાયેલ દવાના બોક્સ સહિત કેટલીક સાધનસામગ્રી તપાસ અર્થે કબજે

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને લોકોનું જીવન જોગમાય તેવું કૃત્ય આચરતા નોંધાઈ ફરિયાદ - પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલ્કેશ એમ. સોહલે યોગેશ પટેલ (Bogus Doctor in Patan )વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ડિગ્રી ન હોવા છતાં ખોટા સર્ટી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી એમ ડી ફિઝિશિયનની કોઈ ડીગ્રી ન હોવા છતાં ફીઝીશીયન તરીકે પ્રસિદ્ધ હોસ્પિટલ ચાલુ કરી ગેરકાયદે પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરી લોકોના જીવ જોખમાય તે રીતનું કૃત્ય કર્યું હોય એ બદલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ Patan District Superintendent of Police નોંધાવી હતી. આ બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Bogus Doctor in Patan : ડોક્ટરનો દીકરો એટલે ડોક્ટર બની બેઠાં? પોલીસે શું કાર્યવાહી કરી જાણો

નકલી ડોક્ટર યોગેશ પટેલની હોસ્પિટલમાં પોલીસે તપાસ હાથ ધરી - નકલી ડિગ્રીધારી યોગેશ પટેલની (Bogus Doctor in Patan )ખાનગી હોસ્પિટલની તપાસ દરમિયાન પાટણ એ-ડિવીઝન પી.આઇ અરુણ પરમારે જણાવ્યું હતું કે તાલુકા આરોગ્ય અધિકારીની ફરિયાદને આધારે હાલ હોસ્પિટલમાં પંચનામું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે પોલીસે વધુ તપાસના ચક્રો (Action against Bogus doctor in Patan) ગતિમાન કર્યા છે.

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં કરી હતી પ્રેક્ટિસ -વધુ ચોંકાવનારી વિગતો મળી એ છે કે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ બોગસ ડિગ્રીધારી (Bogus Doctor in Patan ) ડો. યોગેશ પટેલે રાધનપુર ખાતે પણ ત્રણથી ચાર વર્ષ પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને અમદાવાદની અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ કામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં આ ડોક્ટરે આપેલી સેવાઓ કઈ રીતે શક્ય બની? આવી મોટી હોસ્પિટલના સંચાલકોએ પણ ડિગ્રીની સત્યતા તપસ્યા વગર તેની ફરજ ઉપર નિમણૂક કરી તે મામલો પણ ચર્ચાસ્પદ બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.