ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં અરજદારોને સરળતાથી મળી રહ્યા છે મરણ પ્રમાણપત્ર - PATAN DAILY UPDATES

રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સરળતાથી મરણના દાખલા મળી રહે તે માટે ઓનલાઇન પોર્ટલ ની વ્યવસ્થા કરી છે. જેમાં પ્રમાણ પત્ર મેળવવા આ પોર્ટલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અરજદારો ઘરબેઠા મરણ પ્રમાણપત્ર મેળવી શકે છે. ગુજરાતને ડિજિટલ બનાવવા માગતી સરકારે કરેલ આ વ્યવસ્થા મુજબ પાટણ નગરપાલિકામાંથી છેલ્લા 17 મહિનામાં જે તે પરિવારજનોએ પોતાના સ્વજનોના 2,669 મરણ દાખલાઓ મેળવ્યા છે.

પાટણ નગરપાલિકામાં અરજદારોને સરળતાથી મળી રહ્યા છે મરણ પ્રમાણપત્ર

author img

By

Published : Jun 1, 2021, 9:36 AM IST

  • અરજદારોને અડધો કલાકમાં મળી રહ્યા છે મરણ પ્રમાણપત્ર
  • પાલિકા દ્વારા ગત વર્ષે 1,429 મરણ દાખલા આપવામાં આવ્યા
  • ચાલુ વર્ષે 2021માં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં 1,240 દાખલા આપ્યા

પાટણ: રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સરળતાથી મરણના દાખલા મળી રહે તે માટે ઓનલાઇન પોર્ટલની વ્યવસ્થા કરી છે. જેમાં પ્રમાણપત્ર મેળવવા આ પોર્ટલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને અરજદારો ઘરબેઠા મરણ પ્રમાણપત્ર મેળવી શકે છે. ગુજરાતને ડિજિટલ બનાવવા માગતી સરકારે કરેલી આ વ્યવસ્થા મુજબ પાટણ નગરપાલિકામાંથી છેલ્લા 17 મહિનામાં જે તે પરિવારજનોએ પોતાના સ્વજનોના 2,669 મરણ દાખલાઓ મેળવ્યા છે.

પોઝિટિવ દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધ્યો

પાટણમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના હાહાકાર મચાવતા પોઝિટિવ દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી તરફ લોકડાઉનને કારણે મરણ દાખલા મેળવવા નગરપાલિકા સુધી જઈ નહીં શકતા મૃતકોના પરિવારજનોને મરણ પ્રમાણપત્રો સરકાર દ્વારા ઓનલાઇન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદાર પોર્ટલ પર ઓનલાઈન નોંધ કરાવીને તેના OTP નંબરના આધારે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી મરણ પ્રમાણપત્ર મેળવી શકે છે.

આ પણ વાંચો: જામનગર મનપા કચેરીમાંથી ચાલુ વર્ષમાં જન્મના 4723 અને મરણના 7149 દાખલા નીકળ્યા

પાટણ નગરપાલિકામાં મરણ દાખલાની આ પદ્ધતિનું સુચારું રીતે સંચાલન

કેટલાક અરજદારો રૂબરૂ નગરપાલિકા ખાતે આવી હાથોહાથ પ્રમાણપત્ર મેળવે છે. પાટણ નગરપાલિકામાં મરણ દાખલાની આ પદ્ધતિનું સુચારું રીતે સંચાલન કરવામાં આવે છે. જેના કારણે અરજદારોના સમયનો પણ બચાવ થાય છે. કોરોના નિયંત્રણ વચ્ચે સરકારની ગાઈડલાઈન મુજબ ટોળા કે લાઈનો પણ થતી નથી. પાટણ નગરપાલિકા દ્વારા ગત વર્ષ 2020માં 1,429 મરણ દાખલા આપવામાં આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 131, ફેબ્રુઆરીમાં 101, માર્ચમાં 154, એપ્રિલમાં 313 અને મે મહિનામાં 541 મળી કુલ 1,240 મરણ દાખલા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જન્મ-મરણ પ્રમાણપત્ર માટે ક્યા પ્રકારની વ્યવસ્થા જાણો અહેવાલ..

અરજદારોને સરળતાથી મળી રહ્યા છે મરણ દાખલા

સરકાર દ્વારા મરણ દાખલાની આ પદ્ધતિનું પાટણ નગરપાલિકામાં સારી રીતે આયોજન ગોઠવાયું છે. જેના કારણે અહીં આવતા અરજદારોને ઝડપથી મરણ પ્રમાણપત્રો મળી રહ્યા છે અને સમયનો બચાવ થતો હોવાને કારણે આ કાર્ય પદ્ધતિને અરજદારો સરાહનીય જણાવી રહ્યા છે. પાટણ નગરપાલિકામાં મરણ દાખલા માટે અરજદારોને કોરોનાના સમયગાળા દરમિયાન કોઈપણ જાતની હાલાકી કે તકલીફ ભોગવવી પડી નથી અને સરળતાથી મરણ પ્રમાણપત્ર મેળવી શક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.