- Patan Sog પોલીસે બાતમી આધારે બોગસ તબીબના ક્લિનિક પર કરી રેડ
- પોલીસે 42,441નો મુદ્દામાલ કર્યો જપ્ત
- ડિગ્રી વગરના અન્ય તબીબોમાં ફેલાયો ફફડાટ
આ પણ વાંચોઃ ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું
પાટણઃ રાજ્ય સહિત જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડીઓ ચાલુ કરી લોકોને દવાના નામે ખંખેર્યા છે. આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે આવો જ એક ડિગ્રી વગરનો ડૉક્ટર પાટણ જિલ્લાના રાધનપુર માંથી મળી આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી ઓધવનગર ચોકડી નજીક કેનાલ પાસેના રહેણાંકનાં મકાનમાં કોરોના મહામારીમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો મેડિકલ ડિગ્રી વગરનો ડૉક્ટર ચંદુ ભીખા ઠાકોરને Patan Sog પોલીસે બાતમીના આધારે રંગે હાથ ઝડપી લઈ મેડિકલનાં સાધનો, એલોપેથીક દવાનો જથ્થો અને ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 42,441નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.