- જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ મશીનની કરાઈ ફાળવણી
- 11,176 મતદાન મથકો માટે 2330 ઈવીએમ મશીનો ફાળવાયા
- જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત માટે 1019 મતદાન મથકો ઉભા કરાયા
પાટણઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
![પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-allotted2330evmsforlocalbodyelectionsinpatan-vb-vo-ptoc-gj10046_04022021192039_0402f_03293_616.jpg)
કુલ 1019 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા
પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો માટે પાટણ તાલુકામાં 132, રાધનપુર તાલુકામાં 105, સિદ્ધપુર તાલુકામાં 143, સરસ્વતી તાલુકામાં 159, ચાણસ્મા તાલુકામાં 120, હારિજ તાલુકામાં 80, સમી તાલુકામાં 103 અને સાંતલપુર તાલુકામાં 111 મળી કુલ 1019 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
![પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-allotted2330evmsforlocalbodyelectionsinpatan-vb-vo-ptoc-gj10046_04022021192039_0402f_03293_889.jpg)
જિલ્લા માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી
આ ઉપરાંત પાટણ નગરપાલિકાના 11 વૉર્ડ માટે 112, સિદ્ધપુર નગરપાલિકા માટે 42 અને હારીજની એક બેઠક માટે 3 મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લા માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે.
![પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 2330 ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-allotted2330evmsforlocalbodyelectionsinpatan-vb-vo-ptoc-gj10046_04022021192039_0402f_03293_6.jpg)
તમામ મશીનોની ચકાસણી કરાઈ
આ મશીનો પાટણ ખાતે કેડી પોલીટેકનીક કોલેજમાં રાખવામાં આવ્યા હતા. તમામ મશીનોની ચકાસણી રાજકીય પાર્ટીના આગેવાનોને સાથે રાખી કરવામાં આવી હતી, ત્યારબાદ ગુરુવારે તાલુકા મથકના મતદાન મથકો ખાતે લઈ જવામાં આવ્યા હતા.