- કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલે પાટણની મુલાકાત લીધી
- સહસ્ત્રલિંગ સરોવરના પુનઃઉત્થાન માટે કેન્દ્રીય પ્રધાન પાટણ આવ્યા
- કેન્દ્રીય પ્રધાને સહસ્ત્રલિંગ સરોવરનું જાતે નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે કરી ચર્ચાઓ
- સદીઓ પહેલા એન્જિનિયરોએ વાપરેલી દીર્ઘદ્રષ્ટિ જોઈ કેન્દ્રીય પ્રધાન અભિભૂત થયા
પાટણ: ઐતિહાસિક અને પ્રાચીન ગુજરાતની રાજધાની પાટણ એ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ અને પટોળાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ રાણીની વાવથી માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલુ બીજું એક ઐતિહાસિક સ્થળ 'સહસ્ત્રલિંગ સરોવર' હાલમાં મૃતપાય અવસ્થામાં જઈ રહ્યું છે. આ ઐતિહાસિક સરોવરનું પુનઃ ઉત્થાન કરવા માટે અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીએ સાંસદમાં રજૂઆતો કરી હતી. જેને પગલે ગુરુવારે ભારત સરકારના સાંસ્કૃતિક પ્રધાન અર્જુનરામ મેઘવાલ (Arjun Ram Meghwal) પાટણની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાને સહસ્ત્રલિંગ સરોવર નું જાત નિરીક્ષણ કર્યું હતું અને આ વિશાળ સરોવરમા સદીઓ પહેલા ભારતના કુશળ એન્જિનિયરોએ પાણી સંગ્રહ અને શુદ્ધિકરણ માટે વાપરેલી દીર્ઘદ્રષ્ટિથી અભિભૂત થયા હતા અને આ સરોવરના વિકાસ માટે પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચો: પાટણનું સહસ્ત્રલિંગ સરોવર જંખી રહ્યુ છે વિકાસ
કેન્દ્રીય પ્રધાને રાણીની વાવ અને પટોળા નિહાળ્યા
સહસ્ત્રલિંગ સરોવરની મુલાકાત બાદ કેન્દ્રીય પ્રધાને (Union Minister) ઐતિહાસિક રાણીની વાવની મુલાકાત લીધી હતી. રાણીની વાવની કલાકૃતિ અને શિલ્પસ્થાપત્ય જોઈ તે મંત્રમુગ્ધ બન્યા હતા. જે બાદ પાટણના પ્રસિદ્ધ પટોળા હાઉસની મુલાકાત લઇ હસ્તકલા કારીગરી નિહાળી અભિભૂત થયા હતા.
![પાટણના સહસ્ત્રલિંગ સરોવર ફરતે ફરી 1008 શિવલિંગની સ્થાપના કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12821336_thu.jpg)