ETV Bharat / state

ફતેપુરી સરકારી શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોએ કર્યો વિરોધ - પંચમહાલમાં શાળાના આચાર્યની બદલી

પંચમહાલ: જિલ્લાની હાલોલ તાલુકાની ફતેપુરી ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાના બદલી થયેલા આચાર્યની કામગીરીથી ગ્રામજનો એટલા પ્રભાવિત થયા છે કે, તેમને એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો શાળાના આચાર્યને પાછા નહી લાવવામા આવે તો અનશન પર બેસવામાં આવશે.

halol
પંચમહાલ
author img

By

Published : Dec 25, 2019, 9:43 AM IST

પ્રાપ્ત વિગત અનુસાર હાલોલ તાલુકાનું ફતેપુરી ગામે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. તે શાળામાં 206 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામા ફરજ બજાવતા આચાર્ય મૂકેશભાઇ પટેલની બદલી અન્ય શાળામા થઇ જતા ફતેપુરી ગામના ગ્રામજનો અને શાળાના બાળકોએ હોબાળો મચાવ્યો હતો. શાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની આંખમા આંસૂ આવી ગયા હતા. તેમજ મૂકેશ સાહેબને પાછા લાવોના સુત્રોચ્ચાર કર્યા હતા.

હાલોલ તાલૂકાની શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોએ કર્યો વિરોધ

શાળાના આચાર્યની બદલીને લઇને કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી. ગ્રામજનોનું કહેવુ છે કે, "સારા શિક્ષણ માટે સારા શિક્ષકની પણ જરૂર છે. શાળાના આચાર્ય મુકેશભાઇની કામગીરી સારી છે. સારું શિક્ષણ આપ્યુ છે. અમારા બાળકોને અંગ્રેજી પણ શીખવાડ્યુ છે. અમારી માગ છે કે, આચાર્ય મૂકેશભાઇને પાછા મૂકવામાં નહી આવે તો અમે શાળાની બહાર અનશન ઉપર ઉતરી જઇશું."

આ બદલી રોકવા ગ્રામજનોએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત પણ કરી હતી. જો કે, હવે જોવાનુ એ રહ્યું કે, આ બાબતે શિક્ષણતંત્ર શુ પગલા લે છે.

Intro:પંચમહાલ જીલ્લાની હાલોલ તાલુકાની ફતેપુરી ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.શાળાના આ બદલી થયેલ આચાર્યની કામગીરીથી ગ્રામજનો એટલા પ્રભાવિત થયા છેકે તેમને એવી ચીમકી ઉચ્ચારી છેકે જોશાળાના આચાર્યને પાછા નહી લાવામા આવે તો
અનશન પર બેસવામાં આવશે.

Body:પ્રાપ્ત વિગત અનૂસાર હાલોલ તાલૂકાનુ ફતેપુરી ગામે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે.અને ૨૦૬ જેટલા બાળકો અભ્યાસ કરે છે.શાળામા ફરજ બજાવતા આચાર્ય મૂકેશભાઇ પટેલની બદલી અન્ય શાળામા થઇ જતા ફતેપુરી ગામના ગ્રામજનો અને શાળાના બાળકોએ હોબાળો મચાવ્યો હતો.ગ્રામજનોએ શાળામાં આવીને હોબાળો મચાવ્યો હતો.શાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની આંખમા આસુ આવી ગયા હતા.મૂકેશ સાહેબને પાછા લાવો ના સુત્રોચ્ચાર કર્યા હતા.શાળાના આચાર્યની બદલીને લઇને કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી.ગ્રામજનોનૂ કહેવૂ છે. સારા શિક્ષણ માટે સારા શિક્ષકની પણ જરુર છે.શાળાના આચાર્ય મુકેશભાઇની કામગીરી સારી છે.સારુ શિક્ષણ આપ્યુ છે.અમારા બાળકોને અંગ્રેજી પણ શીખવાડ્યુ છે.અમારી માંગ છે આચાર્ય મૂકેશભાઇને પાછા મૂકવામા જો નહી આવે તો અમે શાળાની બહાર અનશન ઉપર ઉતરી જઇશૂ" ગ્રામજનોએ તાલુકા શિક્ષણ અધિકારીઁ આ બદલી રોકવા લેખીત રજુઆત પણ કરી છે.

Conclusion:જોકે હવે જોવાનુ એ રહ્યુ કે આ બાબતે શિક્ષણતંત્ર શુ પંગલા લેછે.

બાઇટ- અરવિંદભાઇ (વાલી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.