મોરવા હડફ ખાતે નવીન બસ સ્ટેન્ડના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટર વ્હીલર એકટ મામલે પૂછેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, કાયદો બધા માટે સરખો હોય છે. સીટબેલ્ટ ન લગાવવા અને હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થતા હોય છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. આ કાયદો બધા લોકોની સલામતી માટે છે. જેથી લોકો કાયદાને પોઝિટિવ લે અને તેની અમલવારી કરે. સરકારે બધાજ વર્ગના લોકોની ચિંતા કરી છે.
તે ઉપરાંત વધુમાં દંડ મામલે તેમણે જણાવ્યું હતું કે, દંડ આપવો કે ન આપવો આપણા હાથની વાત છે. જો આપણે સીટ બેલ્ટ પહેરીશું તેમજ હેલ્મેટનો ઉપયોગ કરીશું તો દંડ આપવો નહીં પડે. આપણે સલામત રહીશું તો આપણો પરિવાર સલામત રહેશે તેમ જણાવી સૌને આ કાયદાનો અમલ કરવા જણાવ્યું હતું.