પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વર્ગ ખેતીકામ સાથે સંકળાયેલો છે. વધુમાં અહીં રોજગારીની તકો સીમિત હોવાને કારણે ગ્રામીણ વર્ગ,અમદાવાદ,સુરત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા મોટા શહેરોમાં કડીયાકામ સહીતના મજુરીકામ કરવા જતો હોય છે. આ ગ્રામીણ વર્ગ ઉત્સવપ્રિય પ્રજાહોવાને કારણે જીવનમા આવતા વાર તહેવારો આનંદપ્રમોદથી ઉજવે છે. પોતાના માદરેવતનમાં ઉજવે છે. પંચમહાલ જિલ્લામાં હોળી અને ધુળેટીનો તહેવાર ધામધુમથી ઉજવામા આવે છે. અને રંગપાંચમ સુધી તેનો માહોલ જામતો રહે છે.
આ જામતા માહોલ વચ્ચે વર્ષોથી ચાલી આવતી નોખી અનોખી પરંપરા આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિના જીવનને ધબકતી રાખે છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે હોળીધુળેટીનો તહેવાર વરસાદનો વર્તારો કાઢવાની પરંપરા સાથે જોડાયેલો છે. પ્રથમ તો હોળીના દિવસે સાજે ગામના અગ્રણી વડીલોની હાજરીમાં માટીના ચાર લાડવા બનાવામા આવે છે.
આ લા઼ડવાને ચોમાસાની ચાર ઋતુ પ્રમાણ નામ આપવામા આવે છે. જેમાં અષાઢનામ આપેલાલાડવાની ઉપર એક દોરો,શ્રાવણ નામના લાડવાની ઉપર બે, ભાદરવો નામના લાડવાને ત્રણ અને આસો નામના લાડવાને ચાર દોરા વિટાવામા આવે છે. તેને જ્યા હોળી પ્રગટાવાની હોય છે તે સ્થળ ઉપર દાબવામા આવે છે. અને ત્યા એક પાણી ભરેલી માટીની માટલી પણ સાથે મુકવામા આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ બીજે દિવસે આજ હોળીની જગ્યા ઉપર ગામલોકોના નાનામોટા બાળકો સહીતના લોકો ભેગા થાય છે.
નગારા સાથે નૃત્ય કરવામા આવે છે. ત્યા ફરી હોળી જે પ્રગટી ગઈ હોય છે. તે રાખ હટાવામાં આવે છે. અને ખાડામાં જે લાડવા દા઼ટ્યા હોય તે અગ્રણીઓની હાજરીમાં કાઢવામાં આવે છે આમ ચાર લાડવા ઉપર લાગેલા ભેજના આધારે આગામી ચોમાસાના ચાર મહીના કેવા જશે તેનો વર્તારો કાઢવામા આવે છે. વધુમાં જે પાણી ઘડામા મુકવામા આવે છે. તેને પણ પ્રસાદ સ્વરુપે વહેચવામા આવે છે. આ પાણી પીવાથી આખુ વર્ષ તાવ આવતો નથી. હોવાની પણ માન્યતા જોડાયેલી છે. આ વખતે માટીના લાડવા કાઢવામાં આવ્યા હતા. જેમા અષાઢ મહિનામાં ભરપુર તેમજ શ્રાવણ,ભાદરવો, આસો મહિનામાં મધ્યમ વરસાદ પડશે તેવો વર્તારો કાઢવામાં આવ્યો હતો. આ પરંપરા અન્ય ગામોમાં પણ કરવામાં આવે છે.