પાવાગઢ: શક્તિ ની ઉપાસના અને ભક્તિ ના મહાપર્વ આસો નવરાત્રી નો સોમવારથી પ્રારંભ થઇ ગયો છે. લાખો ભક્તો ની આસ્થા ના કેન્દ્ર પંચમહાલ જિલ્લા માં આવેલા યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સદીઓ બાદ નિજ મંદિર શિખર પર ધ્વજારોહણ કર્યુ હતુ. મંદિરના નવીનીકરણ કર્યા બાદની આ પ્રથમ નોરતું છે. (pavagdh maa kali temple ) આથી ખૂબ મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યુ છે.(Thousands of devotees reached Pavagadh) સોમવારે વહેલી સવારે 5 વાગે નિજ મંદિરના દ્વાર ખુલતાજ માતાજીના જયઘોષથી પરિસર ગુંજી ઊઠ્યું હતું, તેમજ માતાજીનો ભક્ત પ્રસાદ વિના ન રહી જાય અને દરેક ભક્તોને પ્રસાદ મળે એવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવી છે.
50 જેટલી બસ તળેટી થી માચી સુધી મુકવામાં આવી છે: ભક્તોની ભારે ભીડના પગલે રોપવે કંપની દવારા સવારે 4 વાગ્યાથી રોપવે સેવા ચાલુ કરી દેવામાં આવી છે. જયારે રોપવે ટીકીટ બારી પાસે પણ બહુ મોટી લાઈનો જોવા મળી રહી હતી. વધુ માં ખાનગી વાહનો ને પાવાગઢ તળેટી એ જ અટકાવી દેવામાં આવે છે, જેને લઈ એસ ટી વિભાગ દવારા 50 જેટલી બસો તળેટી થી માચી સુધી મુકવામાં આવી છે. જયારે આવતી કાલે મંદિર ના ચાચર ચોક માં ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી ગરબા ની રમઝટ બોલાવશે. આજે બપોર સુધી 2 લાખ થી વધુ ભક્તો એ દર્શન કર્યા હોવાનું જાણવા મળેલ છે.