પંચમહાલઃ શહેરા તાલૂકાના ઉમરપૂર ગામે પાનમ હાઇલેવલ કેનાલમાં 21 જાન્યુઆરીની સાંજે કેનાલમાં પગ લપસતા ડૂબી જતી વિદ્યાર્થીની પારુણ મકવાણાને આજે બચાવ ટીમ દ્રારા મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી.
મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. વ્હાલી દીકરી ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.