- પંચમહાલ 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
- રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મુખ્ય મહેમાન બન્યા
- કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવામાં આવ્યું
પંચમહાલઃ જિલ્લા ખાતે આજરોજ 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતા અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
માસ્ક ન પહેરવાના દંડ બાબત
ચાલી રહેલા કોરોના મહામારીને લઈને માસ્ક ન પહેરવાના દંડ બાબતે પોલીસ અને પ્રજા વચ્ચે જે ઘર્ષણ ઉભું થાય છે. જેને લઈને દંડમાં અને માસ્ક બાબતે ગૃહ પ્રધાનને નિવેદન આપ્યું હતું.
રાજ્યના ગૃહ પ્રધાનનું નિવેદન
નામદાર હાઇકોર્ટ સમયે સમયે કોરોના સંક્રમણને લઈને સરકારને સૂચના આપી રહી છે. જેને લઈને સરકાર દ્વારા રાજ્યમાં સંક્રમણ અટકે અને જો સંક્રમિત થાય તો એની સારવાર થાય એવા પ્રયત્નો સરકાર કરી રહ્યી છે. જેના કારણે મોટાલિટી રેટ ઘટાડવામાં સફળ રહ્યા છીએ અને રિકવરીરેટ સારો છે. જ્યાં સુંધી વેક્સિન ન હતી, ત્યાં સુંધી માસ્ક જ એક વેક્સિન હતુ. હાલ વેક્સિન આવી ગઈ છે અને હવે કોરોનાના અંતનો આરંભ થઈ રહ્યો છે. હજુ ચોકસાઈની જરૂર છે અને જેમ જેમ સમય જશે એમ મૂલ્યાંકન કરીને નિર્ણય લેવમાં આવશે.