- ગોધરામાં એક વ્યક્તિ કરી રહ્યો હતો ઘરમાં કોરોના ટેસ્ટ
- પોલીસે કરી વ્યક્તિની ધરપકડ
- 2 લાખ ઉપરની મળી આવી ટેસ્ટ કિટ
પંચમહાલ: સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ કોરોના સામે ઝઝુમી રહ્યો છે સાથે દેશના તમામ લોકો કોરોના ને હરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી રહી છે. આવામાં અમુક લેભાગુ તત્વો તેનો લાભ લઇ રહ્યા છે .પેહલા રેમડીસીવર નકલી મળી આવ્યા તો ક્યાંક તેનો ઉંચો ભાવ બોલાય રહયો છે અને જરૂરિયાત વાળી વ્યક્તિ પોતાના સ્વજન માટે એ આપવા પણ તૈયાર થઈ જાય છે . સમગ્ર આરોગ્ય વિભાગ ને કલંક એક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્મસીસ્ટ લગાવ્યું છે.
ઘરમાં કરવામાં આવતા હતા કોરોના ટેસ્ટ
ગોધરા એસ ઓ જી શાખાના PI એમ .પી પંડ્યા ને જાણકારી મળી હતી કે ગોધરાના રાણી મસ્જિદ સામે મીઠીખાના મહોલ્લામાં એક વ્યક્તિ કોરોનાના ટેસ્ટ ઘરે કરી રહ્યો છે અને વધુ નાણાં પડાવી રહ્યો છે, જેની જાણ થતાં PI પંડ્યા તેમજ SOG શાખાના માણસો અને જિલ્લા ફાર્માસિસ્ટ એ એન પારેખ અને બીજા અન્ય પંચોને સાથે રાખી પોલિસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : નકલી રેમડેસીવીર કેસની તપાસ કરવા માટે ગુજરાત પોલીસ પહોંચી જબલપુર
2 લાખ ઉપરની અન્ટીજન ટેસ્ટ કિટ મળી આવી
રિઝવાન એહમદ ભાઈજમાના ઘરે તપાસ કરતા અલગ અલગ કંપનીના 7 બોક્સમાં કુલ 135 નંગ રેપીડ એન્ટીજન કિટો મળી આવી હતી અને જેની કિંમત 2,02,500 હતી. વધુ તપાસ કરતા આ ઉપરોક્ત વ્યક્તિ વેજપુલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. પોલીસ દ્વારા ગોધરા બી ડિવિઝન પોલિસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ધરવામાં આવી હતી.