ETV Bharat / state

Panchmahal Rain: પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ ભરાયા પાણી

પંચમહાલમાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા કલેકટર સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદને લઈને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ, આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ જેટલા ભરાયા પાણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 8:43 AM IST

પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ ભરાયા પાણી

પંચમહાલ: હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે પંચમહાલમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. એક બાજુ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. તો બીજી બાજૂ ખેડૂતોને ચિંતા છે કે જો વધારે વરસાદ પડશે તો પાકને નુકશાન થશે. જોકે એક મહિના ઉપર વરસાદે વિરામ લીધા બાદ ફરી આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ
પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ

કેટલો વરસાદ નોંધાયો: પંચમહાલમાં 24 કલાકમાં સરેરાશ કુલ 158.43 mm વરસાદ નોંધાયો છે. જેમાં મોરવા હડફ તાલુકામાં સૌથી વધુ 253 mm,શહેરામાં 243 mm,ગોધરામાં 193 mm, જાંબુઘોડામાં 158 mm, હાલોલમાં 105mm, ઘોઘંબામાં 72 mm, કાલોલમાં 85 mm વરસાદ નોંધાયો છે. જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 77.43 mm વરસાદ નોંધાયો છે. જેમાં શહેરમાં 160 mm,ગોધરામાં 119 mm, મોરવામાં 90 mm, હાલોલમાં 51 mm, કાલોલમાં 44 mm તથા ઘોઘંબામાં 28 mm, જાંબુઘોડામાં 50 mm વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને લઈ પંચમહાલ જિલ્લાના વિવિધ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ
પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ

લોકોને કરાયા સ્થળાંતરિત: મોરવા હડફ તાલુકામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નાટાપુર સ્થિત પાનમ નદી ખાતે કામગીરી કરતા અંદાજે 60 મજૂરોને સ્થાનિક ફાયર ટીમ તરવૈયાઓ, નગરપાલિકા, મામલતદાર અને પોલીસ વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કર્યા છે. જિલ્લામાં સતત વરસાદને લઈને શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે નાયક ફળિયાના અંદાજે 70 વ્યક્તિને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ
પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ

પાંચ ગામોમાં એલર્ટ: પાનમ ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં શહેરા તાલુકાના પાંચ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં શહેરા તાલુકાના રામજીની નાળ, કોઠા, ઉન્ડારા, મોર, બલુજીના મુવાડા ગામને એલર્ટ કરાયા છે. પાનમ ડેમમાંથી અંદાજે 60 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. સતત વરસી રહેલા વરસાદના પગલે જિલ્લાના મુખ્ય મથક ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ યથાવત જોવા મળી હતી. ગોધરા સહિત જિલ્લાના હાલોલ કાલોલ, ઘોઘંબા, મોરવા હડફ, શહેરા તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં નદી નાળામાં નવા નીરની આવક થઈ છે.

પંચમહાલમાં મેઘરાજાની ધામકેદાર બેટીંગ
પંચમહાલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગણેશ ઉત્સવનું એક અનેરું મહત્વ હોય છે. જેમાં મોટી ઘણી મોટી સંખ્યામાં અનેક મંડળો ગણેશ સ્થાપન કરતા હોય છે. તેમજ ગણેશ આગમન પણ ધામધૂમ પૂર્વક કરતા હોય છે. ગણેશ મંડળો દ્વારા ભારે ખર્ચ અને મહેનત કરી વિશાળ આયોજન કરવામાં આવે છે. જો કે સતત વરસી રહેલા વરસાદના પગલે ગણશે મંડળો ચિંતામાં મુકાયા છે અને મંડપોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે સાથે ગોધરમાંથી પસાર થતી મેસરી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમજ ઘોઘંબા ખાતે આવેલ કરાડ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો તેમજ મોરવા હડફ ખાતે થી પસાર થઈ રહેલ પાનમ નદીમાં પણ બે કાંઠે વહેતી થઈ હતી આરોગ્ય કેન્દ્રમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા.

  1. Narmada Dam: નર્મદા નદી બે કાંઠે, ચાણોદમાં સ્થિતિ ગંભીર, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ
  2. Kadana Dam: કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી બની ગાંડીતૂર, 106 જેટલા ગામોમાં એલર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.