પંચમહાલમાં જિલ્લામાં આવતી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન કેટલાક પતંગ રસિયાઓ વિજળીના તારમાં ફસાયેલા પતંગ કાઢતા હોય છે. તેમજ તે વખતે વીજ કરંટ લાગવાના કારણે જીવ ગુમાવાના બનાવો પણ બનતા હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી 3 જિલ્લા પંચમહાલ,મહીસાગર,દાહોદની સંલગ્ન MGVCL(મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)ગોધરા વર્તુળ કચેરી દ્રારા સૂચનો જાહેર કરવામા આવ્યા છે.
ઉત્તરાયણના દિવસે કાઇ અનિચ્છનીય બનાવો બનતા અટકી શકે. જેમાં તાર કે, થાભંલા ઉપર અટવાયેલા પતંગને લંગર કે, ધાતુના સળિયા વડેના કાઢવો, લંગર નાખવાથી શોર્ટસર્કીટ થાય છે. તૂટેલા તારને લઇને MGVClના ફરિયાદ કેન્દ્ર ઉપર જાણ કરવી, વગેરે સૂચનોને લઇને સાવચેતી રાખવા તેમજ સેફ ઉતરાયણ ઊજવાનું જણાવામાં આવ્યું છે.