પંચમહાલઃ ગોધરા શહેરમાં આવેલી ગિફ્ટ આર્ટિકલની દુકાનોમાં અવનવી વેરાયટીનું વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓનું કહેવુ છે કે, આ વખતે ચીજવસ્તુઓનું વેચાણ ઓછું થયું છે અને જે વેરાયટીઓ છે. તેમના પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પણ યુવાહૈયાઓમાં વેલેન્ટાઈન ડે ને ઉજવવા થનગનાટ જોવા મળી રહ્યો છે.
યુવાહૈયાઓ પણ આ ગિફ્ટની ખરીદી કરી રહ્યાં છે. વેલેન્ટાઈનના પર્વને લઈને ગિફ્ટ આર્ટિકલની દુકાનો પણ સજાવામાં આવી છે. આ શોપમાં હાલ ટેડીબેર, વિવિધ પ્રકારના ફ્લાવર્સ, લવકાર્ડસ, કીચેન, લાલ ગુલાબ, કેલન્ડર, મગ, ફોટોફ્રેમ સહિત વેરાયટીઓનું વેચાણ થઈ રહ્યું છે.
ગોધરા શહેરમાં આવેલી સ્વાગત ગિફ્ટ શોપના વેપારી ત્રિકમદાસ જણાવે છે કે, આ સમયે આ ગિફ્ટની આઇટમોમાં પણ ભાવ વધારો છે અને ગત વર્ષ કરતા ઘરાકી પણ ઓછી છે. જો કે, ભાવ વધારે હોય કે, ઓછો હોય પણ યુવાહૈયાઓ આ પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડે ને ઉજવવામાં માટે ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.