પંચમહાલ: રાજ્યના આદિવાસી જિલ્લા તરીકે ગણાતા પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ છે. પોલમ પોલ હોવાનું સરકારના જ એક અધિકારીએ જાત તપાસમાં આગળ આવ્યું છે. 15 નાણાંપંચની ગ્રાન્ટના કામો ચેક કરવા નીકળેલા પંચમહાલ જિલ્લાના ડેપ્યુટી ડીડીઓ એચ.ટી મકવાણાએ શાળા અને આરોગ્ય કેન્દ્ર પર કરી અચાનક વિઝીટ કરી હતી.
ચોંકાવનારા તથ્યો સામે આવ્યા: ગત 5 જુલાઈ ના રોજ કરેલ સરપ્રાઈઝ વિઝીટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ઘોઘંબા તાલુકાના ઝોઝ અને પાધોરા પ્રાથમિક શાળામાં ડે.ડીડીઓએ પૂછેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામાન્ય પ્રશ્નોના ઉત્તરો પણ ન આપી શક્યા ન હતા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિ પત્નીમાંથી પત્ની ગેરહાજર જોવા મળ્યા તો સાથે કોઈ ઓનલાઈન હાજરી પણ પુરેલ નહોતી. સાથે સાથે નજીકમાં આવેલ તેજ તાલુકાના પાધોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સહિત નો સ્ટાફ સમય પહેલાં જ રફુચક્કર થઈ ગયેલો જોવા મળ્યો હતો.
તંત્રની ખોલી પોલ: અચાનક ડે.ડીડીઓની મુલાકાતમાં વિદ્યાર્થીઓને પંખો, મોર, દીવાલના અંગ્રેજીમાં સ્પેલિંગ અને નામ પૂછતાં કોઈ જવાબ ન આપી શક્યા હતા. શિક્ષકો પણ ગણિતમાં જવાબ આપતા ગૂંચવાયા હતા. ડેપ્યુટી ડીડીઓએ શિક્ષકોને ગણિતના ટકાવારી જેવા સામાન્ય પ્રશ્નો પૂછતાં જવાબ ન આપી શક્યા હતા. જેમાં ડેપ્યુટી ડીડીઓએ જાતે જ વિદ્યાર્થીઓને ગણિત ભણાવી સમજાવ્યું હતું. જેને લઈને પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્રના ગુલ્લીબાજ કર્મચારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા ઉપલી કક્ષાએ ડેપ્યુટી ડીડીઓએ રિપોર્ટ કર્યો હતો.
શિક્ષકોમાં સામાન્ય જ્ઞાનનો અભાવ: જયારે શાળાના ગણિતના શિક્ષકને ગણિત વિષય વિશે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછતાં શિક્ષકને ગણિતના વીષયનું સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળ્યો હતો. નાયબ ડીડીઓ તથા ટીમ પાધોરા ગામની પીએચસી સેન્ટરની મુલાકાત લેતાં પીએચસી સેન્ટર પર ચોકીદાર સિવાય તમામ આરોગ્ય કર્મીઓ ગેરહાજર મળી આવ્યા હતા. અધીકારીએ પુછપરછ કરતા પીઅે સીના કર્મીઅો 4 થી 6 રોજ હાજર હોતા નથી તેમ જાણવા મળ્યું હતું.