ETV Bharat / state

ગોધરા હોમિયોપેથીક ડોક્ટર એસોસિએશન દ્વારા કોરોનાની દવાનું વિતરણ કરાયું - corona medicine

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર અને વૈશ્વિક મહામારી તરીકે ઘોષિત થયેલા કોરોના વાયરસ અંગે સરકાર દ્વારા આગમચેતીના પગલાં લેવા માટે અપીલ કરી છે. ત્યારે કેટલાક સંગઠનો દ્વારા પણ આ કપરી સ્થિતિમાં ઉદાહરણીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. ગોધરાના આયુર્વેદિક હોમીયોપેથીક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા કોરોના સહીત અનેક વાયરસની સામે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારતી ૩૦ હજાર આયુર્વેદિક દવાની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગોધરા હોમિયોપેથીક ડોકટર એસોસિયેશન દ્વારા કોરોનાની દવાનું વિતરણ કરાયુ

author img

By

Published : Mar 22, 2020, 2:48 AM IST

ગોધરાઃ કોરોના વાયરસથી બચવા માટે ગોધરાની શામળાજી હોમિયોપેથીક કોલેજ઼માં ગોધરાના આયુર્વેદિક હોમીયોપેથીક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડોકટરો દ્વારા વાયરસ સામે અસરકારક રક્ષણ માટેની દવા તૈયાર કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે આયુષની ગાઈડ લાઈન હેઠળ Arsenic alb 30 નામની દવામાંથી હોમિયોપેથી ડોક્ટરો દ્વારા દવાની ગોળીઓ તૈયાર કરવામાં આવી છે. આ ગોળી નિયમિત રીતે લેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે છે. તેવો દાવો ગોધરાના ડોક્ટરોની ટિમ દ્વારા કરવામાં આવ્યો છે. અડધા ગ્રામ માત્રાની ૩૦ હજાર જેટલી નાની શીશીમાં શામળાજી કોલેજ ખાતે દવાનો જથ્થો પેક કરવામાં આવ્યો હતો.

ગોધરા હોમિયોપેથીક ડોકટર એસોસિયેશન દ્વારા કોરોનાની દવાનું વિતરણ કરાયુ

આ દવાની એક શીશીમાં ૭૦થી ૮૦ નંગ નાની ગોળીઓ પેક કરવામાં આવી છે. જેમાંથી એક પરિવારના ૪થી ૫ સભ્યો આ દવા ચાર દિવસ લઇ શકશે. ગોધરાના ૩૦થી વધુ ડોક્ટરોની ટિમ દ્વારા તૈયાર કરવામાં આવેલી ૩૦ હજાર દવાની કીટનો લાભ ઍક લાખ પચાસ હજાર લોકો લઇ શકશે તેવો અંદાજ છે. ત્યારે આજરોજ આ દવાનું વિતરણ ગોધરાના આયુર્વેદિક હોમીયોપેથીક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના ડોકટરો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. ગોધરાના આયુર્વેદિક હોમીયોપેથીક મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ નોંધનીય પ્રયાસને જિલ્લા વહીવટી તંત્રએ પણ વધાવ્યો હતો.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે, ત્યારે તેની મહામારીથી બચવા માટે દેશના લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પગપેસારો કરવા માંડ્યો છે અને દિન પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જેથી આવી ચિંતાજનક પરિસ્થિતિમાં જાહેર આરોગ્યની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના ભાગરૂપે શાળાઓ, કોલેજો,મલ્ટીપ્લેક્સ, સીનેમાહોલ, મોલ,વગેરે બંધ કરવાનું ફરમાન જારી કરી દેવામાં આવ્યું છે.

ત્યારે લોકોને આ વાયરસથી બચવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શીત કરવામાં આવી રહ્યા છે.કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તનતોડ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.