પંચમહાલના જિલ્લાનુ હાલોલ તાલુકાનું પાવાગઢ પ્રસિધ્ધ યાત્રાધામ અને બાવન શક્તિપીઠોમાંનુ એક માનવામાં આવે છે.જ્યા લાખોની સંખ્યામાં માઇભકતો આવે છે,અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેશના વડાપ્રધાન ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે માતા હિરાબાએ એક ચુંદડી આપવામાં આવી હતી. જે પાવાગઢ ટ્રસ્ટ તરફથી પ્રસાદી સ્વરૂપે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં વિજય બને તે માટે મોકલવામાં આવી હતી.
પાવાગઢ ટ્રસ્ટના રાજુભાઇ ભટ્ટ ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવે છે કે," ચૈત્રી નવરાત્રી વખતે નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઇ મોદી પાવાગઢ ખાતે માઁ મહાકાલીના દર્શને આવ્યા હતા. તે સમયે તેમને પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદી સ્વરૂપે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ફરી વિજય બને તે માટે આપવામાં આવી હતી. જે ચુંદડી હીરાબાએ નરેન્દ્ર મોદીને આર્શિવાદ સ્વરૂપે અર્પણ કરી હતી.