ETV Bharat / state

Chemical Plant Fire in Panchmahal : પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગે 2નાં ભોગ લીધાં, અનેક ઇજાગ્રસ્ત થયાં - જીએફએલ વિસ્ફોટ

પંચમહાલ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં (Gujarat Fluorochemicals Limited) બ્લાસ્ટ થતાં મોટી આગ (Fire in Chemical Plant in Panchmahal) લાગવાનો બનાવ બન્યો હતો. આગમાં લગભગ 15 જેટલા લોકો ફસાયાં હતાં. તેમાં 2 કામદારના મોત થયાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

Fire in Chemical Plant in Panchmahal : પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગે 2નાં ભોગ લીધાં, અનેક ઇજાગ્રસ્ત થયાં

author img

By

Published : Dec 16, 2021, 8:40 PM IST

પંચમહાલઃ આ આગની ઘટનાની વિગત પ્રમાણે ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામ પાસે આવેલા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (Gujarat Fluorochemicals Limited)ના કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સવારે 10 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ (Chemical Plant Fire in Panchmahal) થયો હતો. કેમિકલ યુનિટમાં આગ લાગવાને પગલે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 2 લોકોના મોત થયાં હતાં અને અન્ય 15 જેટલા કામદારો ઘાયલ થયા હતાં. ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામ નજીક આવેલા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) ના કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સવારે 10 વાગ્યાની આસપાસ વિસ્ફોટ (Gujarat factory explosion) થયો હતો.

કેટલાકને ગંભીર ઇજાઓ થઈ છે

ઘટના સંદર્ભે દોડી આવેલા અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 મજૂરોનું મોત નીપજ્યું છે જ્યારે વિસ્ફોટ (Chemical Plant Fire in Panchmahal) અને ત્યારબાદ આગમાં ઇજાગ્રસ્ત થયેલા 15 થી 16 અન્ય કામદારોને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમાંથી કેટલાકને ગંભીર ઇજાઓ થઈ છે. ફસાયેલાં લોકોની શોધ અને બચાવ કામગીરીની દેખરેખ માટે બચાવ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.

ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર તાત્કાલિક પહોંચ્યાં હતાં

આ દુર્ઘટનાને પગલે (Gujarat factory explosion) કાલોલ, હાલોલ તેમજ આસપાસ આવેલી ખાનગી કંપનીઓના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ (Chemical Plant Fire in Panchmahal) પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો. જેમાં બપોર સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે, તેમજ દુર્ઘટનાગ્રસ્ત સોલવન્ટ પ્લાન્ટમાં ચોલીંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે મુખ્યપ્રધાનની સૂચનાને પગલે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલોલ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં.

GFL 30 વર્ષથી અગ્રણી કંપની

GFL (Gujarat Fluorochemicals Limited) ફ્લોરિન રસાયણશાસ્ત્રમાં 30 વર્ષથી વધુ નિપુણતા ધરાવે છે. કંપનીની વેબસાઈટ મુજબ, તે ફ્લોરોપોલિમર્સ, ફ્લોરોસ્પેશિયાલિટીઝ, રેફ્રિજરન્ટ્સ અને રસાયણોમાં ડોમેન કુશળતા ધરાવે છે, જે આધુનિક વિશ્વની ભૌતિક જરૂરિયાતોને પૂરી કરે છે.

આ પણ વાંચોઃ દમણની ફેક્ટરીમાં ગતરાત્રે લાગી ભીષણ આગ: કાબૂમાં લેવા વાપી, સેલવાસથી ફાયર ટીમ બોલાવવી પડી

આ પણ વાંચોઃ ભરૂચના ઝઘડીયાની UPL કંપનીમાં બ્લાસ્ટ, 2ના મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.