ગુજરાતમાં રાજય સરકાર અને GVK અને EMRI દ્વારા 108 ઇમરજન્સી સેવા પૂરી પાડવામા આવે છે. 108ની સાથે સાથે મહિલા હેલ્પલાઇન, ખિલખીલાટ,112 ઈમરજન્સી સેવા સહિતની વિવિધ સેવાઓ પુરી પાડે છે. 2007ના વર્ષમાં શરૂ થયેલી આ સેવાએ અત્યાર સુધી કરોડો લોકોના જીવ બચાવ્યા છે. રોડ અકસ્માત અને માંદગી તેમજ અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં 108 સેવા પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા પુરી પાડે છે.
જેમાં વિવિધ સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ વાનને કોલ મળતા તે મિનિટોમાં બનાવ સ્થળ પર પહોચીને સારવાર કરે છે. તેમજ નજીકના દવાખાને પહોંચાડવામાં મદદ કરે છે. પંચમહાલમાં જિલ્લામાં પણ 108 ઈમરજન્સી સેવા કાર્યરત છે. જેમાં હાલ 16 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે.
108 સેવા ડિઝિટલ બની છે. જેમાં 108ની મોબાઇલ એપ્લિકેશન દ્વારા કોઈ બનાવ સમયે ફોન કરનાર વ્યક્તિ 108 ક્યાંથી આવી રહી છે. તે પોતાના એન્ડ્રોઈડ મોબાઈલમાં જોઈ શકે છે. સાથે સાથે 108ના પાયલોટ અને EMT સ્ટાફ પણ જરૂરી કેસ સંબધિત માહિતી આપવામાં આવેલા મોબાઇલની એપ્લિકેશનમાં નોંધતા હોય છે. જેના કારણે પેપર વર્ક કરવું પડતું નથી. તેમજ પર્યાવરણ પ્રત્યેની જાગૃતાનો અભિગમ પણ વિકસે છે.
જેમાં પંચમહાલમાંથી 2019ના વર્ષમાં 108 ને 39243 કોલ મળ્યા હતા. તેમાં વિવિધ ઈમરજન્સીમાં દર્દીઓની સારવાર કરવામા આવી હતી. જેની માહિતી નીચે પ્રમાણે છે.
(1) પોલીસ ઈમરજન્સીના કેસો-799
(2)ફાયર ઈમરજન્સી કેસો-1
(3)મેડિકલ ઈમરજન્સી કેસો-38494
(4) પ્રેગનેન્સી સબંધિત ઇમરજન્સી કેસો-14686
(4)રોડ અકસ્માત ઇમરજન્સી કેસો-4249
(5)હૃદયરોગના સંબંધિત ઈમરજન્સી કેસો-855
(6)શ્વાસોશ્વાસને લગતા રોગના ઈમરજન્સી કેસો-1252
(7) 108 સેવા ન પહોચી હોત તો દર્દીના મોત થઈ શકે તેવા ઈમરજન્સી કેસો-2942
(8) 108ની ટીમ દ્રારા સફળતાપૂર્વક મહિલા પ્રસૂતીની ઇમરજન્સી કેસો-366
તે ઉપરાંત જિલ્લામાં 39234 જેટલા કેસો 108 ઈમરજન્સી સેવામાં નોંધાયા છે. જેના કારણે દર્દીઓનો જીવ બચાવી શકાયા છે.