આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આદિવાસીઓની કેટલીક કુદરત સાથે જોડાયેલી પરંપરાઓ અનુસાર દેવી દેવતાઓની પૂજા અર્ચનાથી લઇ વાજીંત્રો, કણ કણમાં ભગવાનનો વાસ તેવી માન્યતાઓ સાથે જીવતા અને જંગલમાં રહેતા પ્રકૃતિ પ્રેમીઓ પથ્થર, પશુ, જાનવર કે પક્ષીઓમાં પણ દેવતાના દર્શન કરતા તેમની પણ પુજા કરતા નજરે આવતા હોય છે. આ સાથે જુની ઢબના કાચા મકાનો અને ખેતી કરીને પેટીયુ રડતા રૂઢિગત આદિવાસીઓ આજે પણ શહેરોથી અજાણ રહીને જંગલના પ્રેમમાં દિવસો ગુજારી રહ્યા છે. "માનો તો દેવ નહીં તો પથ્થર" તેવી સંસ્કૃતિના દર્શન આદિવાસીઓ કરાવી રહ્યા છે.
જમાનો વિદેશી આક્રમણના વમણમાં ફસાઈને આપણાં દેશની સભ્યતાઓને ભૂલતો આવ્યો છે. તેવા સમયે પણ આજે પૃથ્વીના પ્રથમ હકદાર ગણાતા આદિવાસીઓ પોતાના રીતરિવાજો ભુલ્યો નથી અને મનોરંજન પીરસાવતા જુના વાજિંત્રોથી સંતોષ માનીને સારા નરસા પ્રસંગનો આનંદ ઉઠાવતા હોય છે. જેમાં આજે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આદિવાસીના ઉદ્ધારક તેવાં ઝારખંડના બિરસા મુંડાની પ્રતિમાને વાજિંત્રો વગાડીને યાદ કરી રહ્યા છે. બિરસા મુંડાએ અંગ્રેજો સામે આદિવાસીઓના રક્ષણ માટે લડત આપી હતી. જેની યાદમાં આદિવાસીઓ વાજિંત્રો વગાડીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અનેક પરંપરાથી ઓળખતા આદિવાસીઓ આજે પણ જીવન ગુજરાન માટે ખેતી પર નિર્ભર છે. જોકે, કુદરતના સાનિધ્યમાં ઉછરેલા આદિવાસીઓને સંવિધાનમાં અનામતનો લાભ આપવામાં આવ્યો છે. તેમ છતાં આ પ્રકૃતિ પૂજક સમાજ આજે પણ દુનિયાથી વિખૂટો રહ્યો છે. જેમાં શિક્ષણ કરતા પણ વિશેષ કુદરત સાથે રહીને કુદરતની અનુભૂતિ કરી રહ્યો છે. ત્યારે, અનોખી ગણાતી પરંપરાઓને આદિવાસીઓએ અમર કરી દીધી છે.