ETV Bharat / state

નવસારીમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના બંદર રોડ બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ, સ્થાનિકોમાં રોષ

નવસારીમાં (Traffic jam as overbridge work begins in Navsari) વૈકલ્પિક રોડની વ્યવસ્થા કર્યા વિના પાલિકા દ્વારા જલાલપોર તરફના બંદર રોડ પર કામગીરી આરંભી છે. જેના કારણે લાખો લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેની સામે સ્થાનિકો પાલિકા સામે રોષ (locals were angry with municipality) ઠાલવી રહ્યા છે.

author img

By

Published : Jan 23, 2022, 12:25 PM IST

નવસારીમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના બંદર રોડ બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ, સ્થાનિકોમાં રોષ
નવસારીમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના બંદર રોડ બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ, સ્થાનિકોમાં રોષ

નવસારી: વર્ષોથી રેલવે ઓવરબ્રિજના સપના જોતા નવસારીવાસીઓને ઓવરબ્રિજનું કામ શરૂ (Traffic jam as overbridge work begins in Navsari) થતા ટ્રાફિકમાં રાહત થવાની આશા બંધાઈ છે. પરંતુ ઓવરબ્રિજ બનવા પૂર્વે નવસારી રેલવે સ્ટેશન નજીક ફાટક નંબર 127 ઘણા દિવસોથી બંધ રહેતા ફાટક પર કલાક-કલાક ટ્રાફીક જામ સર્જાય (Traffic jam created in Navsari) છે.

નવસારીમાં ડ્રેનેજ શિફ્ટિંગનું કામ આરંભ્યું

પાલિકાએ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કર્યા વિના જલાલપોર તરફના બંદર રોડ પર ડ્રેનેજ શિફ્ટિંગનું કામ આરંભ્યું હતુ. જેમાં રોડ બંધ થવા મુદ્દે ન તો કલેકટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ન તો કામ ક્યારે શરૂ અને પૂર્ણ થશે એની માહિતી દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે. જેના કારણે રોજના હજારો લોકોએ ટ્રાફિક સમસ્યા વેઠવી પડે છે.

ટ્રાફિક સમસ્યા સર્જાઈ
ટ્રાફિક સમસ્યા સર્જાઈ

નવસારીની સેવા સંસ્થાના પ્રમુખે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું

નવસારીની સેવા સંસ્થાના પ્રમુખ અને વકીલ કનુ સુખડિયાએ અધિક કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે. એકી સાથે 7 એજન્સીઓ કામ કરતી હોવાથી, કામમાં થઈ રહ્યો છે વિલંબ - પાલિકા પ્રમુખ

ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરીમાં મોડું થવા ટેકનિકલ કારણ બતાવ્યું

નવસારી વિજલપોર નગરપાલિકાએ ડ્રેનેજ અને પાણીની લાઈનની કામગીરીમાં મોડું થવા મુદ્દે ટેકનિકલ કારણ બતાવ્યું છે. શહેરની ડ્રેનેજ લાઈન 20 ફૂટ ઊંડી છે. જેના ઉપર પણ અન્ય પાઇપલાઇનનો નાખવામાં આવી છે.

ઓવરબ્રિજની કામગીરી 7 એજન્સીઓ કરી રહી છે

પાઈપલાઈન ખસેડયા બાદ તેની ચકાસણી જરૂરી હોય છે, કારણ જો કોઈ ફોલ્ટ સર્જાય તો ફરી મોટો ખર્ચો થઈ પડે તેમજ ઓવરબ્રિજની કામગીરીમાં 7 એજન્સીઓ કામ કરી રહી છે. જેના કારણે પણ કામમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ શહેરીજનોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવા પડે એને ધ્યાનમાં રાખી વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે, જેની હૈયા ધરપત પાલિકા પ્રમુખે આપી છે.

પાલિકાની ઢીલી નીતિને કારણે લોકોને હાલાકી

વર્ષોથી લંબાતો આવેલો ઓવરબ્રિજ હવે જ્યારે બની રહ્યો છે, પરંતુ પાલિકાની ઢીલી નીતિને કારણે પૂર્વમાંથી પશ્ચિમમાં આવનારા હજારો લોકોને ટ્રાફિક સમસ્યા વેઠવી પડી રહી છે, ત્યારે પાલિકા ફક્ત આશ્વાસન આપવામાં હોશિયાર છે. પણ લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:

Corona case in Navsari: નવસારીના દાંડી અને ઉભરાટ દરિયા કિનારા લોકો માટે બંધ, સ્થાનિક રોજગારીને અસર

Lorry Traders in Navsari : નવસારી શહેરમાં રસ્તા પર ચાલતી લારીઓના ભાડાના 60 લાખ બાકી, પાલિકાએ શરૂ કરી વસુલાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.