- લોકડાઉનના ત્રણ મહિના રિક્ષાના પૈડા થંભી ગયા હતા
- રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવામાં આવે તેવી સરકાર પાસે માગ કરાઈ
- ગુજરાત હાઇકોર્ટમાં રિક્ષા એસોસિયેશને કરી હતી PIL
- હાઇકોર્ટના આદેશ સામે સરકારે ચૂંટણીનું કારણ આપ્યું હતું
- રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ વિકટ બની
આ પણ વાંચોઃ વરસાદથી ઉભા પાકને નુકશાન, ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ
નવસારીઃ કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન અમલી કરાયું હતું. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનને કારણે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષા ચાલકની આર્થિક સ્થિતિ વિકટ બની હતી. રિક્ષા ચાલકોના એસોસિયેશને સરકારમાં આર્થિક સહાયની માંગણી કરી હતી, પણ સરકારે માગને ધ્યાને ન લેતા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરી હતી. જેમાં હાઇકોર્ટે રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવા સરકારને આદેશ કર્યો હતો.
આ પણ વાંચોઃ લોકડાઉનથી ફોટોગ્રાફરોની હાલત કફોડી, સરકાર પાસે સહાયની માગ
કોર્ટની અવમાનનાની ફરિયાદ થઈ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં નોંધાયેલા રિક્ષા ચાલકોને લાંબા સમય સુધી સહાય ન આપતા ફરી કોર્ટની અવમાનનાની ફરિયાદ થઈ હતી અને કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે માંગેલા જવાબ બાદ રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કારણ આગળ ધર્યુ હતુ. હવે સ્થાનિક સ્વરાજની ચૂટણીઓ પૂર્ણ થતાં રિક્ષા એસોસિયેશને અધિક કલેક્ટર કમલેશ રાઠોડને આવેદનપત્ર આપી વહેલી તકે સરકાર રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપે તેવી માંગણી કરી છે. જો 22 માર્ચ પહેલા ન્યાય ન મળે તો રાજ્યવ્યાપી હડતાળ કરવાની ચીમકી રિક્ષા ચાલકોએ ઉચ્ચારી છે.