- નવી વસાહતના રહીશોએ પાલિકા સીઓને આપ્યુ આવેદનપત્ર
- બિસ્માર રસ્તાથી આવન-જાવનમાં મુશ્કેલી, ગલીઓમાં પણ ગંદકી
- વહેલી તકે રસ્તો બનાવી, ગલીઓમાં બ્લોક પેવીંગની કરાઈ માંગ
- સ્થાનિકોએ આવેદન આપી, રસ્તો બનાવવા સાથે બ્લોક નાંખવાની કરી માંગ
નવસારીઃ શહેરમાં વસતા શ્રમિકોને પાલિકાએ વર્ષો પૂર્વે તીઘરા જકાતનાકા સ્થિત પાલિકાની જગ્યામાં નવી વસાહત બનાવી વસાવ્યા હતા. તેનો મુખ્ય રસ્તો અને ગળીઓના બ્લોક વર્ષો વીતતા બિસ્માર થયા છે અને વસાહતના મુખ્ય રસ્તા પર પણ ખાડા પડ્યા છે, જેને કારણે વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાવાથી ગંદકી થાય છે. સાથે જ ગલીઓમાં પણ કાદવ-કીચડ થવાથી લોકોએ હેરાન થવું પડે છે.
સોમવારના રોજ નવસારી-વિજલપોર પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલને આવેદનપત્ર પાઠવ્યું
પાલિકામાં વારંવારની રજૂઆતો બાદ પણ શ્રમિક વિસ્તારની અવગણના થતા શ્રમિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેથી સ્થાનિકોએ સોમવારના રોજ નવસારી-વિજલપોર પાલિકાના સીઓ દશરથસિંહ ગોહિલને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં નવી વસાહતના મુખ્ય રસ્તાનું વહેલી તકે સમારકામ અથવા નવીનીકરણ કરવાની માંગણી કરી હતી. જ્યારે વસાહતની તમામ ગલીઓમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બ્લોક પેવીંગ કરાવવાની માંગણી પણ ઉચ્ચારી હતી.