ETV Bharat / state

Surat News : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોની અહીં થઇ ગઇ અટકાયત - અટકાયત

રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટમાં અપીલ દાખલ કરવાના સમયે તેમના સર્મથન માટે મુંબઇથી સુરત જઇ રહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરો તેમનું ધ્યેય પૂરું કરી શક્યાં ન હતાં. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇને નવસારી પોલીસે સતર્કતાથી વર્તીને મહારાષ્ટ્ર કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

Surat News : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોની અહીં થઇ ગઇ અટકાયત

author img

By

Published : Apr 3, 2023, 9:20 PM IST

મહારાષ્ટ્ર કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

નવસારી : રાહુલ ગાંધીના સમર્થનમાં મહારાષ્ટ્રથી સુરત જતા કોંગ્રેસી કાર્યકરોને નવસારીના બોરીયા ટોલનાકા પાસેથી ડીટેઇન કરાયા હતાં. મહારાષ્ટ્રના આ કોંગ્રેસ કાર્યકરો સુરત જઇને પોતાના નેતા રાહુલ ગાંધીને સપોર્ટ કરવા ઇચ્છી રહ્યાં હતાં.જોકે તેમની મંશા પૂરી થઇ શકી ન હતી અને તેઓની નવસારીમાં અટકાયત થઇ ગઇ હતી.

શા માટે આવતાં હતાં સુરત : સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી અટક વિશે ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. એ ચૂકાદાના સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા માટે રાહુલ ગાંધી સુરત આવવાનો કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. તેથી તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રાજ્ય અને રાજ્યની બહારથી સુરત ભેગા થવાના હતાં

આ પણ વાંચો Surat News : સુરતમાં ધરણા કરતાં કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

પોલીસ એલર્ટ મોડમાં : જોકે બીજીતરફ કોંગ્રેસનો મોટો કાર્યક્રમ હોવાથી કાર્યકરો દ્વારા કે કોઈપણના પ્રદર્શન કે વિરોધ ન થાય તે હેતુથી રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે પોલીસને એલર્ટ કરી દીધી હતી. રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં ચુકાદાની સામે અરજી કરવા માટે હાજર રહેવા માટે આવવાના હોય તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં સુરત તેમજ અન્ય જિલ્લાઓમાંથી અને મહારાષ્ટ્રના કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં સુરતમાં આવી રહ્યા હોવાના સંકેતો મળતા પોલીસ વિભાગ એલર્ટ થયું હતું કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જો સુરતમાં ભેગા થઈ ધરણા કે વિરોધ પ્રદસનો ના કરી શકે તે હેતુથી પોલીસના આગમ ખેતીના ભાગરૂપે નવસારી પોલીસ પણ એલર્ટ બની હતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસ કાર્યકરોની અટકાયત : મુંબઈથી અલગ અલગ વિસ્તારમાંથી 70 થી 80 કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાનગી વાહન મારફતે સુરત રવાના થવા માટે નીકળ્યા હતા. જેઓ નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે પહોંચતા આ તમામને બંદોબસ્તમાં તેનાત પોલીસે અટકાયત કરી હતી. અટકાયત બાદ તમામને રૂરલ પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને રાહુલ ગાંધીને લઈને કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી ત્યાં બેસાડવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો Rahul Gandhi : રાહુલ ગાંધીને સમર્થન આપવા વાંસદા ધારાસભ્ય અનંત પટેલ હાજર, શું કહ્યું જૂઓ

સુનાવણી સુધી કરી અટકાયત : મહારાષ્ટ્ર કોંગ્રેસના ગુજરાતી સેલના સેક્રેટરી સંજય નાગ્રેચાએ જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રથી સુરત આવવા માટે નીકળ્યા હતાં. ત્યારે નવસારી નજીક અમારા 70 થી 80 કાર્યકર્તાઓની પોલીસે અટક કરી અમને અહીં નવસારીમાં જ રોકી દેવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.