નવસારીઃ લોકડાઉનના 4 મહિનાઓ વિતવાની તૈયારી છે અને સરકાર અનલોક-2ની તૈયારી કરી રહી છે, પણ નવસારીના પ્રવાસન સ્થળ દાંડી અને ઉભરાટ દરિયા કિનારા 4 મહિનાઓથી બંધ રહેતા દરિયા કિનારે ચા, નાસ્તાની લારીઓ ચલાવતા સ્થાનિય ગ્રામીણોની સ્થિતિ કફોડી બની છે. ઉભરાટના દરિયા કિનારે ચા-નાસ્તાની લારીઓ પર નભતા અંદાજે 400થી વધુ વિધવા અને નિ:સહાય મહિલાઓ બેરોજગાર બનતા, તેમના પરિવારોની સ્થિતિ દયનિય બની છે.
ઉભરાટ દરિયા કિનારો 4 મહિનાથી લોકડાઉન, સ્થાનિય માહિલાઓ બની બેરોજગાર કોરોનાની મહામારીથી રક્ષણ આપવા સરકારે દેશમાં સંપૂર્ણ તાળાબંધી કર્યા બાદ ધીરે ધીરે છૂટ છાટો આપી અર્થતંત્રની ગાડીને પાટે લાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં સરકારે અનલોક-1 માં ઘણી છૂટ આપી છે, પણ હજી પણ ઘણી જગ્યાએ લોકડાઉન પુરૂ થયું નથી. ગુજરાત સરકારે રાજ્યમાં ઘણા પ્રવાસન સ્થળોને શરતોને આધીન ખોલવાની છૂટ આપી છે, પણ હજી દરિયા કિનારાઓ બંધ છે. ઉભરાટ દરિયા કિનારો 4 મહિનાથી લોકડાઉન, સ્થાનિય માહિલાઓ બની બેરોજગાર નવસારીનો ઉભરાટ દરિયા કિનારો પણ 4 મહિનાથી બંધ રહેતા, અહીં આવતા સહેલાણીઓ પર નભતા ઉભરાટ ગામના અંદાજે 400થી વધુ પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દરિયા કિનારે વિધવા અને નિ:સહાય મહિલાઓ ચા-નાસ્તો, કોલ્ડ્રીંગ્સ વેચીને અને પાર્કિંગ દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે, જેમને 4 મહિના વીતતા જીવન નિર્વાહ ચલાવવાની ચિંતા વધી છે.
ઉભરાટ દરિયા કિનારો 4 મહિનાથી લોકડાઉન, સ્થાનિય માહિલાઓ બની બેરોજગાર ઉભરાટ દરિયા કિનારે સુરક્ષાને ધ્યાને લઈ જિલ્લા પોલીસની કયુઆરટી ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે દરિયા કિનારો બંધ રહેતા કોઈને કોઈ વ્યવસાય પર નભતા ઉભરાટ ગામના 400થી વધુ પરિવારોની મહિલાઓ જે આર્થિક તંગીનો સામનો કરી રહી છે, જેમાંથી ગ્રામ પંચાયત દ્વારા મોટાભાગની મહિલાઓને મનરેગા હેઠળ આવરી લઈ તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સરકાર નિયમોને આધારે દરિયા કિનારો ખોલવાની મંજૂરી આપે એવી આશા પણ વ્યક્ત કરી છે.